રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજયના યુવાઓ-રમતવીરો ને પ્રોત્સાહિત કરવા રાજય સરકાર દ્વારા પ્રતિવર્ષ ખેલ મહાકૂભનુ આયોજન કરાય છે. ખેલ મહાકુભની લોકપ્રિયતાને ધ્યાને લઈને આ વર્ષે યોજાઈ રહેલ ખેલ મહાકુભમા અંદાજે ૫૫ લાખથી વધુ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે આ માટેના રજીસ્ટ્રેશન માટે આજથી બે દિવસ માટે ખાસ કિસ્સામા વિન્ડો ફરીથી ઓપન કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. મંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વર્ષના ખેલ મહાકુભમા અમુક રમતવીરોને હજુ રજીસ્ટ્રેશન કરાવવાની માગ આવતા મુખ્યમંત્રીશ્રીએ યુવાઓના વિશાળ હિતમા આ મહતાવનો નિર્ણય કર્યો છે. તદ્ અનુસારરમતવીરો માટે ખુશી અને રાહતના સમાચાર સમગ્ર ગુજરાતમાંથી હજારો વિનંતીઓ અને પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને #khelmahakumbh2022 માટે રજીસ્ટ્રેશન વિન્ડો ફરીથી આજે સવારે 10AM થી આવતીકાલે 11:59PM સુધી (2 દિવસ માટે) ખાસ કિસ્સામાં ખોલવામાં આવશે તો રસ ધરાવતા રમતવીરોને ભૂલ્યા વગર આ શ્રેષ્ઠ તકનો ઉપયોગ અચૂકપણે કરવા અપીલ કરાઈ છે. તેમજ ખેલ મહાકુંભ કોઈ પણ વ્યક્તિ બાકી ન રહી જાય તે માટે ફરી લોકો માટે ખુલ્લું મુકાયું છે