અનેક લોકો એકલા પ્રવાસ કરવાના શોખીન હોય છે. એકલા પ્રવાસે જનારા લોકોએ નાની-નાની વાતોનું ખૂબ જ ધ્યાન રાખવું પડતુ હોય છે. જો તમે આ વાતો પર ધ્યાન આપતા નથી તો અનેક મુશ્કેલીઓમાં મુકાઇ શકો છો. કોઇ પણ વ્યક્તિ ફરવા જાય એટલે એ એકદમ રિલેક્સ અને રિફ્રેશ થઇ જાય છે. આમ, જો તમે પણ એકલા ફરવાના શોખીન છો તો આ ટિપ્સ તમારા માટે ખૂબ કામની છે. તો નજર કરી લો તમે પણ આ ટિપ્સ પર..
જ્યારે તમે એકલા પ્રવાસ કરવા જાવો ત્યારે ખાસ કરીને તમારું આઇ કાર્ડ સાથે લઇને જાવો. આ સાથે જ તમારા આઇકાર્ડની ઓછામાં ઓછી 3 થી 4 કોપી સાથે રાખો, જેથી કરીને એક ખોવાઇ જાય તો બીજી તમારી પાસે હોય.
આ સાથે જ અનેક નંબરો તમારા મોબાઇલમાં સેવ કરીને રાખો. તમારા ફેમિલી મેમ્બરના મોબાઇલમાં પણ એવા નંબર સેવ કરી લો કે જે તકલીફમાં કામમાં આવે. જ્યારે તમારો નંબર ના લાગે ત્યારે બીજા કોઇનો પણ કોન્ટેક્ટ કરી શકાય.
ટ્રાવેલિંગ સમયે પાવર બેંક અચુક તમારી સાથે રાખો. જો તમે પાવર બેંક સાથે રાખો છો તો ફોન સ્વીચ ઓફ થતો નથી જેના કારણે તમે કોઇ પણ સમયે કોઇ પણ વ્યક્તિનો કોન્ટેક્ટ કરી શકો છો. આજના આ સમયમાં ફોન સ્વીચ ઓફ થવાથી અનેક ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે.
ફ્લાઇટ અને ટ્રેનના સમય કરતા તમે અડધો કલાક વહેલા પહોંચી જાવો. જો તમે બરાબર સમયે નિકળો છો અને રસ્તામાં ટ્રાફિક નડે છે તો તમે બસ, ટ્રેન અને ફ્લાઇટ ચુકી જાવો છો.
જો તમે વિદેશ ટૂર કરો છો તો પાસપોર્ટની વેલિડિટી ખાસ કરી ચેક કરી લેજો. ઘણાં લોકોને એવું થાય છે કે વેલિડિટી પૂરી થઇ જાય છે અને પછી છેલ્લા સમયે ખબર પડે છે. આમ, જો તમારી સાથે આવું થાય તો તમે અનેક ઘણી મુશ્કેલીમાં મુકાઇ શકો છો.