જાપાની સુઝુકી મોટર્સ ગુજરાતમાં વધુ રોકાણ કરશે તેમાં પણ ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો પર આ વખતે તેઓ રોકાણ કરશે. બે તબક્કાની અંદર 445 કરોડનું રોકાણ કરવાની જાહેરાત સુઝુકી કંપની અત્યારથી જ કરી લીધી છે. ખાસ કરીને ગુજરાતમાં તેમનું વિશેષ યોગદાન રહેલું છે.
મારુતિ સુઝુકી કંપની અત્યારે ગુજરાતમાં બેચરાજીમાં તેમનો મોટો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે આ પ્લાન્ટમાં મારુતિ સુઝુકી ની ગાડીઓ બની રહી છે તેમાં પણ સ્વિફ્ટ અને બલેનો જેવી મોટાભાગની જે વધુ વેચાઈ રહેલી મારુતિ ની ગાડીઓ અહીં બની રહી છે અને અહીંથી ગાડીઓની વિદેશ ભણવા જતી હોય છે ત્યારે આગામી સમયમાં આ ગ્રોથને જોતા સુઝુકી ઇલેક્ટ્રિક વાહનો ની અંદર પગ પેસારો કરવા જઈ રહી છે.
ત્યારે બે તબક્કાની અંદર આટલું મોટું રોકાણ ગુજરાતની અંદર થશે તે ઘણી મોટી વાત છે ગુજરાતમાં મારુતિ સુઝુકી નેનો પ્લાન્ટ વગેરે જેવી મોટા ગજાની ઓટોમોબાઇલ ક્ષેત્રની કંપનીઓ આવી ચૂકી છે ત્યારે મારુતિ સુઝુકી વધુ એક રોકાણ કરવા જઇ રહી છે.
ઇલેક્ટ્રિક વાહનો માર્કેટ દેશમાં અને રાજ્યમાં ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે તેને જોતા મારુતિ સુઝુકી દ્વારા ગુજરાતની અંદર ઇલેક્ટ્રિક વાહનો ક્ષેત્રે રોકાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.