શેરડીના રસમાંથી ગોળ બનાવવામાં આવે છે એ તમે સાંભળ્યું હશે-જોયું હશે, પણ ખારેકમાંથી ગોળ બની શકે એવું ક્યારેય સાંભળ્યું-જોયું છે? કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માધાપરમાં રહેતા એક ખેડૂતે આ કમાલ કરી છે. એ ખેડૂતનું નામ છે વેલજીભાઈ મુળજીભાઈ ભુડિયા. વેલજીભાઈ કહે છે, “કચ્છમાં જુન-જુલાઈના બે મહિનામાં ખારેકનું ઉત્પાદન થાય છે. ખારેકનો પાક આવે ત્યારે તેના ઠળિયા કાઢીને બાકીના હિસ્સાનો રસ કાઢી લઈએ.” “રસને કપડા વડે ગાળીને તેને ૧૮-૨૦ કિલોના ડબ્બા ભરી લઈએ. એ ડબ્બાને માઈનસ ૨૪-૨૫ ડિગ્રી તાપમાનમાં કૉલ્ડ સ્ટૉરેજમાં મૂકી દઈએ.” તેઓ ખારેકનો જ્યૂસ બૉટલમાં પૅક કરીને વેચે છે. તેમણે ખારેકના જ્યૂસમાં મસાલા નાખીને એક પીણું તૈયાર કર્યું છે. એ પીણાને તેમણે ‘મહાદેવ શૅક’ એવું નામ આપ્યું છે. કચ્છની ખારેકમાં અદભુત મીઠાશ હોય છે તેને ધ્યાનમાં લઈને તેમણે ખારેકમાંથી ગોળ કઈ રીતે બનાવવો તેની બે વર્ષ વિચારણા કરી. ખારેકનો ગોળ બનાવ્યો અને પરિવારજનોને એ ગોળ ચખાડ્યો.” વેલજીભાઈ આ ગોળમાં એકેય કૅમિકલનો ઉપયોગ કરતા નથી. વેલજીભાઈને યુવા અવસ્થાથી જ ખેતી પ્રત્યે આકર્ષણ હતું. સાત ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ તેમણે ખેતી કરવાનું શરૂ કરી દીધું હતું. ૧૫ વર્ષની વયે તો તેમણે શેરડીના રસમાંથી ગોળ બનાવીને વેચવાનું શરૂ કરી દીધું હતું. એ પછી તેઓ શાકભાજીની ખેતી તરફ વળ્યા હતા. દસ વર્ષ સુધી શાકભાજીની ખેતી કર્યા બાદ તેમણે કશુંક નવું કરવાનું વિચાર્યું હતું. ૨૦૦૪ માં ઓર્ગેનિક ખેતીનો અભ્યાસ કર્યો અને આંબા ઉગાડવાનું શરૂ કર્યું. એ રીતે ભુડિયા બ્રાન્ડનો ઉદય થયો હતો. મારા બાગની કેરીને ભુડિયા બ્રાન્ડના નામ હેઠળ સારી રીતે પૅક કરીને વેચવા માટે હું દિલ્હી સુધી ગયો હતો.” કેરીના રસને સ્ટોરેજ કરીને એ પછી મેં કેરીના એ રસનું ભુજની લોકલ લૅબૉરેટરીમાં ટેસ્ટિંગ કરાવ્યું.” “લૅબૉરેટરીએ સર્ટિફિકેટ આપ્યું કે કેરીનો રસ બહુ સારો છે. કેરીનો રસ વેચવા ભુજ-અંજાર હાઈવે પર પોતાની હોટલ બનાવી. તેમાં પુરી-શાકની સાથે કેરીનો રસ પણ પીરસતા હતા. એ પછી ગામડે-ગામડે ફરીને વેલજીભાઈએ કેરીના રસનું વેચાણ કર્યું. વેલજીભાઈ લીંબુ તથા આંબળાની ખેતી પણ કરતા હતા. તેમણે કેરીના રસ ઉપરાંત આંબળાનો અને લીંબુનો રસ પણ વેચ્યો. ચણીબોર તથા જાંબુનો જ્યૂસ બનાવ્યો. ફળના જ્યૂસની તેમણે કુલ ૪૫ આઇટમો બનાવી છે.