કોરોના મહામારીને છેલ્લા બે વર્ષ જેટલો સમય વીતી ગયો છે. સરકાર દ્વારા ૧૬ જાન્યુઆરી ર૦ર૧થી વેક્સિનેશનની કામગીરી શરૂ કરી હતી. સૌ પ્રથમ જેના કોરોના વોરિયર્સ અને ૬૦ વર્ષથી ઉપરનાને વેક્સિ આપવામાં આવી હતી. ત્યારબાદ યુવાનો સહિતના લોકોને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરી હતી. કોરોનાની ત્રીજી લહેર નાની ઉંમરના બાળકો માટે ઘાતક છે તેવી ચર્ચાઓ પણ થઇ રહી હતી. કારણ કે ૧૮ વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે પરંતુ બાળકો માટેની વેક્સિન તૈયાર ન થતા વાલીઓ પણ ચતામાં મુકાયા હતા. પરંતુ ભારત સરકારે ૧રથી ૧૪ વર્ષના કિશોર-કિશોરીઓ માટે કોર્બોવેક્સ વેક્સિનને મંજુરી મળતા ૧૬ માર્ચથી આ બાળકોને વેક્સિન આપવાની કામગીરી પોરબંદર સહિત સમગ્ર જિલ્લાઓમાં શરૂ થઇ હતી. પોરબંદરમાં પ્રથમ દિવસે ઉત્સાહભેર બાળકો વેક્સિન લેવા આવી રહ્યાં હતાં. જેમાં પ્રથમ દિવસે ૩૦૦૦થી વધુ બાળકોએ વેક્સિન મુકાવી અન્ય લોકોને વેક્સિન લેવા અપીલ કરી હતી.
બુધવાર અને ૧૬ ર્માથી ૧રથી ૧૪ વર્ષના બાળકોનું વેક્સિનેશન શરૂ થઇ ગયું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની સૂચના પ્રમાણે ૧રથી ૧૪ વર્ષની ઉંમરના કિશોર-કિશોરીઓને કોરોના સામે રક્ષણ આપતી રસી મુકાવીને શરૂઆત કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં ૪૦થી વધુ સેશન સાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પ્રથમ દિવસે પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં સોફ્ટવેરના પ્રોબલેમને કારણે વેક્સિનેશનની કામગીરી પહેલા દિવસે મોડી ચાલું થઇ હતી. પોરબંદરમાં પણ ૧૧ વાગ્યા બાદ બાળકો માટેની વેક્સિનની કામગીરી શરૂ થઇ હતી. કારણ કે આ સોફ્ટવેર પ્રોબલેમના કારણે એન્ટ્રી થઇ શકતી ન હતી. ત્યારે આરોગ્ય વિભાગે આ સમસ્યાને જોતા એવો નિર્ણય કર્યો કે જ્યાં સુધી સોફ્ટવેર પ્રોબલેમની સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યા સુધી ઓફલાઇન વેક્સિનનેશનની કામગીરી શરૂ કરી દઇએ. એટલે ૧૧ વાગ્યા બાદ સમગ્ર જિલ્લામાં ૧રથી ૧૪ વર્ષના બાળકોને વેક્સિનેશનની કામગીરી શરૂ થઇ ગઇ હતી. પોરબંદર જિલ્લામાં પ્રથમ ડોઝ ૪,૬૭,૩૮ર લોકોએ એટલે કે ૮૮.૪૦ ટકા લીધો છે જ્યારે બીજો ડોઝ ૪,૪૮,પ૪૧ લોકોએ એટલે કે ૯પ.૯૪ ટકા તેમજ પ્રિકોશન ડોઝ ૩પ,૦પ૭ લોકોએ લીધો છે. આમ પોરબંદર જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તો હવે બાળકો માટે પણ કોર્બોવેક્સ વેક્સિન આવી જતા ૧રથી ૧૪ વર્ષના બાળકોને વેક્સિન આપવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. પોરબંદરની વિવિધ શાળાઓમાં બુધવારથી આ વેક્સિનેશનની કામગીરી શરૂ થઇ ગઇ છે. તંત્રએ પણ બાળકોને વેક્સિન લેવા ખાસ અપીલ કરી છે. કારણ કે એક પછી એક કોરોના મહામારીની લહેર આવી રહી છે. બાળકોએ પણ આ મહામારીથી બચવા વેક્સિન લેવી જરૂરી છે.