ADVERTISEMENT
આમ આદમી પાર્ટીએ પંજાબ ની અંદર ઇતિહાસ સર્જ્યો છે ત્યારે ગઈકાલે પ્રથમ મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના ભગવત માન બન્યા છે. જેઓ ભગતસિંહને ખૂબ જ માને છે. ભગતસિંહ તેમના પ્રેરણાસ્ત્રોત છે, ત્યારે આપ નેતા ભગવંત માને ગઈકાલે ક્રાંતિ વીર ભગતસિંહ ના ગામ ખટકડ કલા ખાતે ભવ્ય સમારંભમાં પંજાબના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે.
શપથ લેવાની સાથે જ તેમણે કહ્યું હતું કે સમગ્ર પંજાબે આજે સીએમ તરીકેના શપથ લીધા છે. એટલે કે પંજાબ સીએમ બન્યું છે તેવું તેમણે જણાવ્યું હતું ભગતસિંહના ગામમાં તેમણે આ શપથ લીધા છે

ત્યારે બીજી બાજુ અમદાવાદમાં ભગત સિંહને લઇને મેગા શો થઈ રહ્યો છે 23 માર્ચ ના રોજ અમદાવાદમાં કર્ણાવતી અને નિકોલ ખાતે ના આ શોમાં સૌથી વધુ કલાકારો ભગતસિંહ તેમજ સુખદેવ રાજગુરુ વગેરે જેવા ક્રાંતિવીરો ને યાદ કરી યુવાનોને પ્રેરિત કરશે અને તેમના કિસ્સા ઓ લોકો સમક્ષ રજૂ કરશે ત્યારે આ પ્રોગ્રામ ની અંદર બીજેપીના નેતાઓ પણ હાજર રહી શકે છે.
ખાસ કરીને ભગતસિંહને પ્રેરણાસ્ત્રોત યંગ જનરેશન માને છે ત્યારે બીજેપીના મોટા નેતાઓ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટીના દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આવે તેવી શક્યતા છે તેમણે ભવ્ય રોડ શો કરે તેવી શક્યતા છે ત્યારે ગુજરાતમાં પણ અત્યારથી જ આમ આદમી પાર્ટીને ટક્કર આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.