રશિયા યુક્રેન યુધ્ધ વચ્ચે ક્રૂડના ભાવ આસમાને પહોંચ્યા હતા પરંતુ હવે તેમાં ઘટાડો થતાં પેટ્રોલ ડીઝલના ભાવ 10 રૂપિયા વધવાનો અંદાજ હવે અંદાજ જ રહી જશે તેવું લાગે છે.
રશિયા યૂક્રેન ના યુદ્ધ વચ્ચે ક્રૂડના ભાવ પ્રતિ ડોલરે 139 થઈ ગયા હતા. સો રૂપિયા ભાવ વધતાં એક સમયે ભડકો થયો છે તેવું કહેવામાં આવતું હતું ત્યારે 139 રૂપિયા પ્રતિ ડોલરે એક સમયે ભાવ થતા પેટ્રોલ ડીઝલ મોંઘુ થવાનો ડર હતો પરંતુ હવે આ દર નથી રહ્યો.
ક્રૂડની વૈશ્વિક કિંમતોમાં ઘટાડો થયો છે. તેની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરથી નીચે આવી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં મંગળવારે બ્રેન્ટ ક્રૂડના બેરલદીઠ ભાવ 8.57% ઘટાડા સાથે 97.74 ડોલર પહોંચ્યા હતા. આઠ દિવસમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત 41.39 ડોલર એટલે કે 29.75% ઘટી ચૂકી છે.
7 માર્ચે ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 139.14 ડોલરે પહોંચ્યો હતો.દુનિયામાં ક્રૂડના સૌથી મોટા આયાતકાર ચીનમાં કોરોનાની નવી લહેરને પગલે વૈશ્વિક કિંમત ઘટી છે.રશિયા-યુક્રેન વચ્ચે સંઘર્ષવિરામ બેઠક આગળ વધતા પણ આ અસર જીવ મળી છે.
યુક્રેન અને રશિયા ના યુદ્ધની અસર પુરા વિશ્વભરમાં થઈ રહી છે અત્યારે સૌ કોઈની નજર રશિયા અને યુક્રેન ના ચાલી રહેલા આ યુદ્ધ પર છે કેમ કે રશિયા તો કોઈની પણ વાત માનવા તૈયાર નથી અને રશિયા દ્વારા એક પછી એક મિસાઈલ રાજધાની કીપર નાગવા માં આવી રહી છે.આ બંને વચ્ચે ચાલી રહેલા છેલ્લા કેટલાક દિવસ ના તણાવને જોતા શેરબજારમાં પણ છેલ્લા કેટલાક દિવસથી કડાકા ઓ જોવા મળી રહ્યા હતા.