પાટણ ના મહિલા ટ્રેનરના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા છ ખેલાડીઓએ કરાટેમાં 8 મેડલ મેળવ્યા

બકુલેશ ગુપ્તા મેમોરિયલ વેસ્ટર્ન ઇન્ડિયા વડોકાઈ કરાટે ચેમ્પિયનશિપ આયોજિત ગુજરાત વાડોકાઈ કરાટે-ડો એસોસિયેશન દ્વારા વડોદરાના છાણીમાં આવેલા જીપીએસ સ્કૂલમાં એક દિવસીય ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. આ ઇવેન્ટમાં ગુજરાતના જિલ્લાઓમાંથી અંદાજે 300 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પાટણના કરાટે મહિલા ટ્રેનર શીતલબેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા છ ખેલાડીઓએ 2 ગોલ્ડ,4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

 

આ સ્પર્ધા માં 6 વર્ષથી લઇ 19 ઉપર વય સુધીના સ્પર્ધકોએ કરાયા અને કુમિતે 2 પ્રકારની સ્પર્ધામાં વિવિધ વેઇટ કેટેગરીના ખેલાડીઓ એ ભાગ લીધો હતો. પાટણ જિલ્લાના એક માત્ર કરાટે મહિલા ઇન્સ્ટ્રક્ટર શીતલબેન અલ્કેશ પંડ્યા (પટેલ ) પોતાની ટીમ લઈને આ સ્પર્ધા માં ભાગ લીધો હતો અને 6 ખેલાડીઓ એ બંને પ્રકારની સ્પર્ધામાં ભાગ લઈ કુલ 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવી ખેલાડીઓ વિજેતા બન્યા હતા.

 

વિજેતા ખેલાડીઓમાં (1)આરવ ભરતભાઈ પટેલ ગોલ્ડ મેડલ કૂમિતેમાં અને સિલ્વર મેડલ કરાટામાં, (2) બ્રિશા ઠક્કર સિલ્વર મેડલ કુમિતેમાં, (3) પ્રિશા દેસાઈ બ્રોન્ઝ કુમિતેમાં, (4) યશ પ્રજાપતિ સિલ્વર મેડલ કુમિતેમાં, (5) પ્રિન્સ પ્રજાપતિ બ્રોન્ઝ કુમિતેમાં, (6) પાર્થો અલ્કેશ પંડ્યા કુમિતેમાં ગોલ્ડ અને કારાટામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.

આ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકો મે મહિનામાં ઓલ ઇન્ડિયા નેશનલ કરાટે ચેમ્પિયન શિપમાં ભાગ લેવા ઓરિસાના ભુવનેશ્વર જશે. આ ખેલાડીઓને પટેલ શીતલબેન અલ્કેશ પંડ્યાના માર્ગદર્શન અને તાલીમ આપી તૈયાર કર્યા હતા, તો આસિસ્ટન્ટ કોચ પાર્થએ પંડ્યા પણ ખેલાડીઓને ટ્રેનિંગ આપી હતી. કોચ શીતલબેનએ અત્યાર સુધીમાં સતત 6 વર્ષથી ખેલાડીઓ તૈયાર કરી રાજ્ય રાષ્ટ્રીય લેવલે મેડલ અપાવ્યા છે અને પાટણનું રમત ગમત ક્ષેત્રમાં ગૌરવ અપાવ્યું છે.