સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સાથે સંલગ્ન શ્રીમતી. એસ. બી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બિઝનેસ મેનેજમેન્ટ દ્વારા ફેશન શો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું શીર્ષક હતું “વોક ઓન રેડ કાર્પેટ – ફેશન શો ૨૦૨૨”. શ્રીમતી. એસ.બી. પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ બિઝનેસ મેનેજમેન્ટ ના બી.એસ.સી ફેશન ડિઝાઈનિંગ અને મેનેજમેન્ટ ડિપાર્ટમેંન્ટ દ્વ્રારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું . વિસનગર તાલુકાની વિવિધ શાળાઓ તેમજ બી.એસ.સી. ફેશન ડિઝાઈનીંગ અને મેનેજમેન્ટના કુલ 35 વિદ્યાર્થીનીઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમના કોઓર્ડિનેટર પ્રો. કૃપા. ડી. સુથાર અને પ્રો. ટ્વિંકલ જે. પરમાર હતા. આ સ્પર્ધા માટે પ્રો. હની એન. પટેલ અને ડો. સુનિતા મનગુટ્ટી જે મિસીસ. ઈન્ડિયા ૨૦૧૮ માં બેસ્ટ વોક નો પુરસ્કાર મેળવેલ હતો જે આ પ્રોગ્રામ ના નિર્ણાયક હતા. આ કાર્યક્રમનું મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ફેશન અને એપેરલ ઉદ્યોગની વાસ્તવિક કામગીરી અંગે જરૂરી માહિતી પૂરી પાડવાનો હતો. ફેશન શો એ ડિઝાઈનરો દ્વારા આવનારા કપડાંને બજારમાં પ્રદર્શિત કરવા માટે યોજવામાં આવે છે. આજનો ફેશન શો નું આયોજન વિદ્યાર્થીઓને જરૂરી પ્રેક્ટિકલ જ્ઞાન આપવા માટે કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ આ દિવસ માટે ખૂબજ ઉત્સાહિત હતા. તેઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબજ મહેનત કરી હતી. ભારત અને પશ્ચિમી વિશ્વની થીમ ધરાવતા સુંદર વસ્ત્રોમાં સજ્જ વિદ્યાર્થીઓએ રેમ્પ પર વોક કર્યું હતું. વિદ્યાર્થીઓના રેમ્પ વોક અને ઓરલ પરફોર્મન્સના આધારે ફાઈનલ વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા. બેહલીમ સફા એ પ્રતિયોગિતા માં પ્રથમ ઈનામ મેળવ્યું હતું.