શું છે GBS રોગ જણાવશે બજરંગદાસ ટ્રસ્ટ હોસ્પિટલના સ્ટાફ સાથે ડૉ. પ્રકાશ ભટ્ટ ભાવનગર શહેરની સુ-પ્રસિદ્ધ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ એટલે બજરંગદાસ બાપા હોસ્પિટલ જ્યાં સર્વ રોગોનો આધુનિક ઉપકરણ સાધનો સાથે. ઉચ્ચ કેટેગરીના નિષ્ણાંત ડૉકટરોની સગવતા ધરાવતી હોસ્પિટલ છે. જેની આજે અમારા મીડિયા પ્રતિનિધિ દ્વારા રૂબરૂ મુલાકાત લેવાય હતી. મુલાકાત નો ઉદ્દેશ હતો કે ઘણા બધા એવા ગંભીર જીવલેણ રોગો છે.જેનાથી આમ લોકો અજાણ હોય છે. આજે આપણે ડૉ. પ્રકાશ ભટ્ટ અને તેમની પુરી ટીમ થકી જી.બી.એસ.નામક રોગ વિશે વિસ્તારમાં માહિતી મેળવવા નો પ્રયાસ કરશું. કે આ રોગ કેટલો ગંભીર છે.કેવીરીતે પ્રાથમિક સારવાર લેવી કેવા કેટેગરીના ડૉ. પાસે જવું તેવી ખુબજ ઉપયોગી માહિતી ભટ્ટ સાહેબ તેમજ તેમની ડો.ટીમ દ્વારા પુરી પાડવામાં આવી હતી. જી.બી.એસ.રોગ પ્રત્યે ઉજાગર કરવા માટે અમને મહુવાના એક દર્દી એ જાણ આપી હતી. જેમના બાળક અનેજ આસીફભાઈ ખોખર જેની માત્ર 11 વર્ષની ઉંમર છે.જેને મહુવા માં અચાનક તકલીફ થતા વધુ સારવાર માટે ભાવનગર જવા કિધેલું તેના ભાગરૂપે દર્દી ના પરિવાર નો સંપર્ક ડૉ. પ્રકાશ ભટ્ટ સાહેબ સાથે થયો હતો. ત્યારબાદ ભટ્ટ સાહેબની સલાહ મુજબ દર્દી ને બજરંગદાસ બાપા હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અને એક મહિના ને સાત દિવસની સારવાર દરમિયાન આજે જી.બી.એસ.જેવા ભયન્કર રોગને માત આપી ડૉ. પ્રકાશ ભટ્ટ અને પુરી ટીમ દ્વારા દર્દી અનેજ આસીફભાઈ ખોખર ને રજા આપતા સમયે રોગની ગંભીરતા ને ઉજાગર કરી લોક સંદેશ આપ્યો હતો. ત્યારે દર્દી ના પરિવાર તરફથી સમગ્ર હોસ્પિટલના સ્ટાફ તેમજ ડૉ. ભટ્ટ સાહેબનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.અને હોસ્પિટલ તેમજ તબીબોના ઉમદા કાર્યને હર કોઈ બિરદાવી માનવતા મહેકાવી હતી ..