Runway 34′ Release Date: અજય દેવગને શેર કર્યુ ફિલ્મનું મોશન પોસ્ટર, બિગ બીનો જોવા મળશે ઢાંસુ અંદાજ…
અજય દેવગન અને અમિતાભ બચ્ચન સ્ટારર આગામી ફિલ્મ ‘રનવે 34’નું મોશન પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અજય અને સદીના મેગાસ્ટાર અમિતાભની સ્ટાઈલ જોવા મળશે, સાથે જ અભિનેત્રી રકુલપ્રીત સિંહ પણ એક્શન કરતી જોવા મળશે, તેની ઝલક મોશન પોસ્ટર પરથી જોવા મળી રહી છે. આ ફિલ્મ માટે ચાહકોની રાહ પણ પૂરી થઈ ગઈ છે કારણ કે આ ફિલ્મ 29મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે.
અજય દેવગણે ઈન્સ્ટાગ્રામ પર બે મોશન પોસ્ટર શેર કર્યા છે, જેને જોઈને ચાહકોની ઉત્તેજના વધી ગઈ છે. તે તેને ‘ફાડુ પોસ્ટર’ કહી રહ્યાં છે. ફિલ્મના નામ પ્રમાણે અજય દેવગન રનવે પર પાયલોટના રોલમાં જોવા મળે છે અને અકસ્માતની વાત કરે છે. આ જોઈને લાગે છે કે રકુલ પ્રીત સિંહ કો-પાઈલટના રોલમાં છે. પોસ્ટર ચાહકોમાં ઉત્સુકતા વધારી રહ્યું છે.
અમિતાભ બચ્ચન એક્શનમાં જોવા મળશે
બીજામાં અમિતાભ બચ્ચનનો સંપૂર્ણ એક્શન અવતાર જોવા મળે છે. અમિતાભ મુસાફરોની સુરક્ષાને લઈને ડાયલોગ બોલતા જોવા મળે છે.
અજય દેવગન એક ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક છે
અજય દેવગન આ ફિલ્મમાં માત્ર અભિનય જ નથી કરી રહ્યો પરંતુ તે નિર્માતા અને દિગ્દર્શક પણ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત રકુલ પ્રીત સિંહ, બોમન ઈરાની, અંગિરા ધર અને પ્રખ્યાત યુટ્યુબર કેરી મિનાટી પણ જોવા મળશે.
મોશન પોસ્ટર રસપ્રદ છે
આ ફિલ્મ અજય દેવગન માટે ઘણી મહત્વની છે, કારણ કે તેને અમિતાભ બચ્ચનને દિગ્દર્શિત કરવાની તક મળી છે. પીટીઆઈ સાથે વાત કરતા અજયે કહ્યું હતું કે ‘બિગ બી સાથે કામ કરવું અદ્ભુત છે. મેં તેમનાથી વધુ સમર્પિત અભિનેતા જોયો નથી.