નિલોન્સ ‘પ્યાર અચાર ઔર મૌકા’ઝુંબેશ સાથે દરેક ઘરમાં ઉદ્યોગસાહસિકો બનાવવાનું મિશન શરૂ કરે છે

60મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે, નિલોન્સ- ભારતની સૌથી મોટી અથાણાંની બ્રાન્ડ, મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકોને “પ્યાર, અચાર ઔર મૌકા” ઝુંબેશની શરૂઆત દ્વારા એક આકર્ષક સહયોગ યાત્રાનો ભાગ બનવાનું આમંત્રણ આપી રહી છે. ઓગિલવી દ્વારા પરિકલ્પના કરાયેલ અભિયાનનો ઉદ્દેશ્ય જનતાની સીધી ભાગીદારી દ્વારા ભારતીય ઉદ્યોગસાહસિકતાની સાચી સંભાવનાનો ઉપયોગ કરવાનો છે.

અથાણું જેને લોકપ્રિય રીતે અચાર તરીકે ઓળખવામાં આવે છે તે સમગ્ર ભારતમાં ભોજનમાં વિશેષ સ્થાન ધરાવે છે. લગભગ દરેક ભારતીય પરિવારમાં મોંમાં પાણી લાવી દે તેવી અનોખી અચાર રેસીપી શોધવી એ કોઈ પડકારજનક કાર્ય નથી. આ હરીફાઈ તમામ વ્યક્તિઓને તેમની અનન્ય અથાણાંની વાનગીઓ અને નમૂના સબમિટ કરવા આમંત્રણ આપે છે, જેનું મૂલ્યાંકન નિષ્ણાતો દ્વારા વિવિધ પરિમાણો પર કરવામાં આવશે. નિલોન્સ વિજેતાઓને તેમના વ્યવસાયને વેગ આપવા, તેમના ઉત્પાદનમાં વધારો કરવા અને નફાનો એક હિસ્સો તેમની સાથે શેર કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરશે. કંપની હરીફાઈના વિજેતાને, જલગાંવની ફેક્ટરીમાં તેમની અથાણાંની રેસીપીના વ્યાવસાયિક ઉત્પાદનથી લઈને તેમના નામે પેકેજિંગ કરવા અને રાષ્ટ્રવ્યાપી વિતરણ દ્વારા ઉત્પાદનના વેચાણની ખાતરી કરવા અને નફાના હિસ્સાને વહેંચવા માટે શક્ય દરેક તબક્કે સમર્થન આપશે.

નિલોન્સના મેનેજિંગ ડાયરેક્ટર દિપક સંઘવીએ આ અભિયાન પર આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “જો તમે નિલોનની છ દાયકા લાંબી સફર પર પાછા ફરો, તો અમે જે પ્રથમ સફળ ઉત્પાદન બનાવ્યું તે અથાણું હતું. અમે ભારતમાં સૌથી વધુ પસંદગીની બ્રાન્ડ્સમાંની એક બનવા માટે આ પ્લેટફોર્મ મેળવવા માટે ખૂબ જ ભાગ્યશાળી હતા, જો કે, દરેક જણ હંમેશા આ તક મેળવવા માટે ભાગ્યશાળી નથી હોતા. તેથી, અમારી 60મી વર્ષગાંઠ પર, અમે એક અનોખા અભિયાન – ‘પ્યાર, અચાર ઔર મૌકા’ સાથે સમુદાયને સમાન મૌકાઓ પ્રદાન કરવાનું વિચાર્યું. અમે વિજેતાઓને ઉત્પાદનથી લઈને માર્કેટિંગ સુધીનો સર્વગ્રાહી સમર્થન આપવાના મિશન પર છીએ જે તેમના વ્યવસાયને વેગ આપે છે. વિજેતાનું નામ અમારા પેકેજિંગની ટોચ પર દર્શાવવામાં આવશે અને વેચાણની આવકમાંથી નફાનો હિસ્સો મળશે. આ એક વિશાળ છતાં એક આકર્ષક પ્રવાસ છે જેની અમે શરૂઆત કરી રહ્યા છીએ, જ્યાં અમારો ઉદ્દેશ્ય જનતાને એકત્રિત કરવાનો છે અને સામૂહિક ઉદ્યોગસાહસિકતાના વિકાસ માટે એક સર્વગ્રાહી વાતાવરણ ઊભું કરવાનો છે.

આ ઝુંબેશને તમામ અગ્રણી માધ્યમોમાં વ્યાપકપણે પ્રમોટ કરવામાં આવશે. લોકો 31મી માર્ચ 2022 પહેલા આ નંબર ‘8956557196’ પર ‘હાય’મોકલીને આ પ્રવાસનો ભાગ બની શકે છે