શરીરમાં આ લક્ષણો દેખાય તો તરત જ કરાવો કિડનીનું ચેક અપ, નહિં તો…

કિડની એક એવી તકલીફ જે તમે ધ્યાન રાખો તો દિવસ જતા તમને અનેક ઘણી મુશ્કેલીમાં મુકી શકે છે. આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો કિડનીની તકલીફથી પીડાતા હોય છે. કિડની એક એવી વસ્તુ છે જેને કોઇ ટ્રિટમેન્ટથી રિપેર નથી કરી શકાતી. કિડનીમાં કોઇ મોટી તકલીફ થાય તો તમારે ડાયાલિસીસ કરાવવું પડે છે અને જો કિડની ફેલ થઇ જાય તો તમારે ટ્રાન્સપ્લાન્ટ કરાવવી પડે છે.

 

 

કિડનીમાં તકલીફ થાય એ પહેલા અનેક લક્ષણો એવા છે જે તમને શરીરમાં દેખાતા હોય છે. જો તમને પણ શરીરમાં આવી કોઇ તકલીફ થાય તો તમે તરત જ ડોક્ટરને બતાવો અને એની દવા લો. જો તમે આ તકલીફને ધ્યાનમાં લેતા નથી તો તમને બીજા અનેક ઘણાં પ્રોબ્લેમ્સ થાય છે અને શરીરમાં બીજી અનેક નવી બીમારીઓ એન્ટ્રી કરવા લાગે છે. તો જાણી લો તમે પણ કિડનીના આ લક્ષણો વિશે…

 

 

 

શરીરના અનેક ભાગમાં એટલે કે ચહેરા, પગ અને ઘૂંટણમાં વારંવાર સોજા આવવા.

 

શરીરમાં થાક લાગી જવો. તમે દિવસમાં ઓછુ કામ કરો તો પણ થાકી જવાય.

 

ભૂખ ના લાગે.

 

પેટમાં સતત બળતરા થાય

 

છાતીમાં દુખાવો થવો.

 

યુરિનમાં પ્રોબ્લેમ થવો, યુરિનના ભાગમાં બળતરા થવી.

 

જો તમને પણ શરીરમાં આવા લક્ષણો દેખાય તો તમે તરત જ એલર્ટ થઇ જાવો જેથી કરીને તમારા શરીરમાં બીજી કોઇ તકલીફ ના થાય. જો તમને શરીરમાં આ લક્ષણો દેખાય તો તમે તરત જ ડોક્ટરની સલાહ લો અને કિડનીનું ચેક એપ કરાવો. કિડનની ચેક અપમાં તમને કોઇ ગંભીર સમસ્યાની જાણ થાય તો ગભરાશો નહિં, પરંતુ આનું નિદાન કરાવો નહિં તો આગળ જતા આ તકલીફ વધી શકે છે.