પોરબંદરની ડો. વી. આર. ગોઢાણિયા કોલેજમાં શિક્ષણની સાથે સાથે સ્પોર્ટસ ક્ષેત્રે પણ આયોજન પૂર્વક તાલીમ આપવામાં આવે છે. ગોઢાણિયા કોલેજ ખાચાલતા સ્પોર્ટસ ક્લાસના બે વિદ્યાર્થીઓ જેઓ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત રાજ્ય કક્ષાની અંડર-૯ અંડર-૧૧ એથલેન્ટીંક્સ સ્૫ર્ધામાં ભાગ લીધો હતો. જેમાં હેત ભાવેશભાઇ મોઢાએ અંડર-૧૧ ઉંચી કૂદની સ્પર્ધામાં તૃતિય નંબર પ્રાપ્ત કર્યો છે તેમજ અંડર-૯ ૧૦૦ મીટરની રનીંગ સ્પર્ધામાં નિયા જયમલભાઇ મોઢવાડિયા સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી પોરબંદર જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે તે બદલ સંસ્થાના ટ્રસ્ટી વિરમભાઇ ગોઢાણિયા, મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઇ મોઢવાડિયા, એક્ટિવ ટ્રસ્ટી ભરતભાઇ વિસાણા, એજ્યુકેશન ટ્રસ્ટી હિનાબેન ઓડેદરા તેમજ વિદ્યાર્થીઓના સ્પોર્ટસ કોચ માર્ગદર્શક શાંતીબેન ભૂતિયાએ આર્શીવાદ સાથે અભિનંદન પાઠવ્યા હતા. અંડર-૯ ૧૦૦ મીટરની રનીંગ સ્પર્ધામાં નિયા જયમલભાઇ મોઢવાડિયા સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી પોરબંદર જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે પોરબંદરની ડો. વી. આર. ગોઢાણિયા કોલેજમાં શિક્ષણની સાથે સાથે સ્પોર્ટસ ક્ષેત્રે પણ આયોજન પૂર્વક તાલીમ આપવામાં આવે છે. ગોઢાણિયા કોલેજ ખાતે ચાલતા સ્પોર્ટસ ક્લાસના બે વિદ્યાર્થીઓ જેઓ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત રાજ્ય કક્ષાની અંડર-૯ અંડર-૧૧ એથલેન્ટીંક્સ સ્૫ર્ધામાં ભાગ લીધો હતો