પોરબંદરના ડો. પ્રિયાંક ભૂતિયાએ દરિયાઇ સેવાળમાંથી એન્ટીવાયરલ મેમબ્રેનની પેટન્ટ મેળવી છે. તેનુ પૃથ્થકરણ કર્યા બાદ ર૦ર૦માં પેટન્ટ ફાઇલ કરી હતી જેને બે વર્ષ બાદ મંજુરી મળી છે. આ સફળતાને લઇને ડો. પ્રિયાંક ભૂતિયાને અભિનંદન વર્ષા થઇ રહી છે. આ સંશોધન અંગે ડો. પ્રિયાંક ભૂતિયાએ એવું જણાવ્યું હતું કે કિટોર્મોફા-એન્ટેના ફિલામેન્ટસ – લીલા રંગનો દરિયાઇ સેવાળ કે જે નવીબંદરના દરિયામાં મળી આવેલ તો. તેની રચના કુદરતી રીતે નેનો ફાઇબર્સ સ્ટ્રકચરની જે મનુષ્યના વાળ જેટલી પાતળી હોય છે. તેમાં તમે આલ્ફા સેલ્યુલોઝ ખૂબજ સરળ પદ્ધતિથી એક્સટે્રક્ટ કરી તેની ઉપર સિલ્વર કે કોપરના નેનો પાર્ટીકલ સીન્થેસાઇઝડ કર્યા. આ નેનો સાઇડસ મેમ્બ્રેનની બે ઉપયોગિતા છે. મહેલું તે અતિ સૂક્ષ્મ વાયરસ, બેક્ટેરિયાને પ્રવેશવા દેતો નથી અને વધુમાં તેના ઉપર ચઢાવેલ મેટલ નેનોપાર્ટીકલ વાઇરસને સપાટી પર જ મારી નાખશે. તેથી આ મેમબ્રેનનો ઉપયોગ મહત્વપૂર્ણ કિડની ડાયાલીસીસ મેમબ્રેન અને પોઇન્ટ ઓફ યુઝ પાણી શુદ્ધિકરણના મેમબ્રેનમાં ઉપયોગી થશે. આમ, આ પેટન્ટને ભવિષ્યમાં બ્લુ-ઇકોનોમી તરીકે કોસ્ટલ સમુદાય માટે ઉભરશે. દરિયાઇ સેવાળમાંથી સંશોધન કરવામાં આવ્યું હતું. દરિયાઇ સેવાળ એ દરિયામાં ખડકો સાથે ચોંટેલો હોય છે. તે મુખ્યત્વે લીલો, લાલ અને બ્રાઉન કલરના હોય છે. ગુજરાતનો દરિયાકાંઠો ૧૬૦૦ કીમી. લાંબો છે. તેમાં આ બધા જ પ્રકારની દરિયાઇ સેવાળ ઉપલબ્ધ છે. તેમાંથી અગર, સેલ્યુલોઝ, ઉલ્વાન, આલ્જીનેટ, અગારોસ જેવા ખૂબજ અગત્યના ફાર્મા ઉપયોગી પદાર્થો છે, જેની ખૂબજ ઔદ્યોગિક ડિમાન્ડ છે.
જો તેમાં સંશોધન કરવામાં આવે તો ઘણુ બધું ઉપયોગી ભવિષ્યમાં થઇ શકે અને તેમાંથી વેલ્યુએડેડ પ્રોડક્ટસ ડેવલપ કરી શકાય, આવો ઉપયોગ જોઇ પોરબંદરના યુવા સંશોધનકર્તા ડો. પ્રિયાંક ભૂતિયા અને તેમના અન્ય સહઅધ્યાપકોએ દરિયાઇ લીલમાંથી નેનો સાઇઝડ સેલ્યુલોઝ મેમબ્રેનની પેટન્ટ મેળવી છે. તેમાં મુખ્ય સંસ્થા ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઈન્સ્ટીટયૂટ જી. ઇ. આર. એમ. આઇ. ગાંધીનગર જોડાયેલ છે. આ સંશોધનને મંજુરી મળી છે ત્યારે ડો. પ્રિયાંક ભૂતિયાને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.