અક્ષય કુમારનો ખુલાસો, અભિષેક અને ચંકીથી કનેક્ટ છે બચ્ચન પાંડેનું ટાઈટલ…

અક્ષય કુમારનો ખુલાસો, અભિષેક અને ચંકીથી કનેક્ટ છે બચ્ચન પાંડેનું ટાઈટલ…

 

બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર અભિનેત્રી કૃતિ સેનન, જેકલીન ફર્નાન્ડીઝ સાથે તેમની આગામી ફિલ્મ ‘બચ્ચન પાંડે’નું પ્રમોશન કરી રહ્યા છે. આ દરમિયાન અક્ષયે એક ઈવેન્ટ દરમિયાન ફિલ્મના ‘બચ્ચન પાંડે’ ટાઈટલ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે, મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું છે કે આ ફિલ્મનું ટાઈટલ બોલિવૂડ કલાકારો અભિષેક બચ્ચન અને ચંકી પાંડેથી પ્રેરિત છે.

 

જ્યારે એક ઈવેન્ટ દરમિયાન અક્ષય કુમારને પૂછવામાં આવ્યું કે તમારી આગામી ફિલ્મ ‘બચ્ચન પાંડે’નું શીર્ષક ચાહકોને બોલિવૂડના ‘બચ્ચન પરિવાર’ અને ‘પાંડે પરિવાર’ની યાદ અપાવે છે, તો અક્ષય કુમારે જવાબ આપતા કહ્યું કે, ખરેખર તેનું કનેક્શન અભિષેક બચ્ચન અને ચંકી પાંડે સાથે છે. તે આગળ જણાવે છે કે ‘હાઉસફુલ 4’ની સક્સેસ પાર્ટીમાં મેં એક ફોટો જોયો હતો, જેમાં અભિષેક અને ચંકી હતા અને ત્યાંથી મને આ ફિલ્મના ટાઈટલનો આઈડિયા આવ્યો હતો ‘બચ્ચન પાંડે’. ‘બચ્ચન’ અભિષેક બચ્ચન પાસેથી અને ‘પાંડે’ ચંકી પાંડે પાસેથી લેવામાં આવી હતી. આ રીતે બચ્ચન પાંડે બન્યા.

 

જણાવી દઈએ કે અક્ષય સ્ટારર ‘હાઉસફુલ 4’ ફરહાદ સામજી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી જેમાં ચંકી પાંડેએ પહેલ પાસ્તા અને આખરી પાસ્તાની ભૂમિકા ભજવી હતી. મજાની વાત એ છે કે ‘બચ્ચન પાંડે’ પણ ફરહાદ સામજીના નિર્દેશનમાં બની રહી છે અને સાજીદ નડિયાદવાલા તેને પ્રોડ્યુસ કરી રહ્યા છે.

 

અક્ષય કુમાર આ પહેલા નેગેટિવ રોલમાં જોવા મળ્યો છે

‘બચ્ચન પાંડે’માં અક્ષય કુમાર એક ભયંકર ગેંગસ્ટરની ભૂમિકામાં છે જેની એક આંખ પથ્થરની છે. આ ફિલ્મમાં કૃતિ એક ફિલ્મ નિર્દેશકની ભૂમિકા ભજવી રહી છે જે તેના પર બાયોપિક બનાવવા માંગે છે. આ ફિલ્મમાં જેકલીન અક્ષયની ગર્લફ્રેન્ડ બની રહી છે. અગાઉ, અક્ષય ‘ખિલાડી 420’ અને ‘અજનબી’ જેવી ફિલ્મોમાં નેગેટિવ રોલમાં જોવા મળ્યો હતો, જો કે બચ્ચન પાંડેમાં તેનું પાત્ર અન્ય તમામ પાત્રોથી સંપૂર્ણપણે અલગ અને અનોખું છે.