ગુજરાતની અંદર અન્ય રાજ્યોની જેમ સી.એન.જી.ના ભાવ વધી રહ્યા છે. સીએનજીના 68 રૂપિયાથી લઈને 70 રૂપિયા સુધીનો ભાવ કિલો દીઠ લેવામાં આવી રહ્યો છે. 70 રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે જેને લઇને સીએનજી રીક્ષા ચાલક સહિત અન્ય યુનિયને પણ ભાવવધારા સામે અગાઉ સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યા છે.
સીએનજી ના ભાવ આગામી સમયમાં વધે તો પણ નક્કી નહીં પરંતુ જો વાત કરવામાં આવે દિલ્હીની તો દિલ્હીમાં પણ છેલ્લા કેટલાક સમયમાં ચાર વખત સીએનજીના ભાવમાં વધારો થયો છે. ગઇકાલે પણ સીએનજીના 50 પૈસા ભાવ વધ્યા છે પરંતુ છેલ્લી વખત દિલ્હીમાં સીએનજીના ભાવમાં વધારો થયો છે છતાં પણ દિલ્હી ની અંદર સીએનજી ના ભાવ અત્યારે 57.1 51 રૂપિયા આસપાસ ચાલી રહ્યા છે.
ત્યારે બીજી બાજુ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ઇલેક્ટ્રિક વાહનો ને વેગવંતા બનાવવા માટે સીએનજી ની અંદર આ ભાવ વધારો કરવામાં આવ્યો છે પરંતુ તેના કારણે અત્યારે ટ્રાન્સપોર્ટ મોંઘું થઈ રહ્યું છે. લોકો પેટ્રોલ-ડીઝલ થી બચવા માટે સીએનજીનો ઉપયોગ કરતા હતા પરંતુ ઇલેક્ટ્રિક કાર મોંઘી આવી રહી છે બીજી તરફ તેના ચાર્જિંગ સ્ટેશનોનો અભાવ છે જેથી લોકો માટે અત્યારે જોવા જઈએ તો થોડી મુશ્કેલ પરિસ્થિતિ નિર્માણ થઇ છે.