પોરબંદરમાં રાયફલ શુટીંગ એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓને રાયફલ શુટીંગ અંગે તાલીમ આપવામાં આવે છે. તાજેતરમાં જ યોજાયેલી ઓપન રાયફલ શુટીંગ સ્પર્ધામાં પોરબંદરના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પાંચ મેડલો મેળવતા પોરબંદરનું ગૌરવ વધાર્યું.
અમીલ્ટ્રી એન્ડ રાયફલ ટે્રનીંગ ખાતે થર્ડ કે.જી. પ્રભુ ઓપન રાયફલ-પિસ્તોલ શુટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરમાંથી ૪૦૦થી વધુ શુટરોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ખૂબજ નાની ઉંમરના પિસ્તોલ શુટર રાણા પૃથ્વીરાજસહ દિવ્યરાજસહે ૪૦૦ માંથી ૩૪૦નો સ્કોર કરી અંડર-૧ર કેટેગરીમાં પ્રથમ રહી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે પપ વર્ષની નીચેની વય કેટેગરીમાં રાણા દિવ્યરાજસહે સિલ્વર મેડલ મેળવ્યો હતો. પીપ સાઇટ એર રાયફલ વિભાગમાં ગોહેલ સુનીલે બ્રોન્ઝ મેડલ તેમજ મોઢવાડિયા અનીલે સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેમજ ૧૦ મીટર એર પિસ્તલ વુમન કેટેગરીમાં બાપોદરા અલ્પાબેને સિલ્વર મેડલ મેળવી પોરબંદર જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આ ખેલાડીઓના કોચ દિવ્યરાજસહ રાણાના માર્ગદર્શન હેઠળ આગામી ખેલ મહાકુંભ સ્ટેટ અને નેશનલ સ્પર્ધાની તૈયારી કરી રહ્યાં છે. સંસ્થાના પ્રમુખ એડવોકેટ એમ. જી. શગરખીયા, સેક્રેટરી એડવોકેટ એન. જી. જોષીએ આગામી સ્પર્ધામાં પણ આ ખેલાડીઓ જિલ્લાનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા પાઠવી હતી.