આજના આ સમયમાં સૌથી મોટી સમસ્યા ડાયાબિટીસની છે. ડાયાબિટીસ મોટાભાગના દર્દીઓમાં જોવા મળતો હોય છે. ડાયાબિટીસના દર્દીઓએ અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ખાવા-પીવાથી લઇને બીજી અનેક બાબતોનું ધ્યાન ડાયાબિટીસના દર્દીએ રાખવું જરૂરી છે. જો ડાયાબિટીસના દર્દી આ બધી બાબતો પર ધ્યાન આપતા નથી તો પાછળથી બીજી અનેક ઘણી મુશ્કેલીમાં મુકાઇ શકે છે.
તમને જાણીને નવાઇ લાગશે કે ડાયાબિટીસથી દેશમાં સાત કરોડ લોકો પીડાઇ રહ્યા છે. ફાસ્ટફુડનું ચલણ દિવસેને દિવસે ખૂબ જ વધી રહ્યુ છે જેના કારણે ડાયાબિટીસ દિનપ્રતિદિન લોકોમાં વધી રહ્યો છે. આજના આ સમયમાં અનેક લોકોને ડાયાબિટીસના ઇન્સ્યુલિન પણ લેવાની જરૂર પડતી હોય છે. આમ, જો તમને પણ ડાયાબિટીસ છે તો તમારે સાંજનું જમવાનું વહેલા કરી લેવું જોઇએ જેથી કરીને બીજી સમસ્યાઓથી તમે બચી શકો.
એક અહેવાલ અનુસાર ઓ બ્લડ ટાઇપના સ્થાને નોન-ઓ બ્લડ ટાઇપ ધરાવતા લોકોને ડાયાબિટીસ ટાઇપ ટુનો ખતરો વધુ પ્રમાણમાં રહે છે. આમ, જો તમને અથવા તમારા ઘરમાં કોઇને ડાયાબિટીસ છે તો તમારે ગળ્યું ખાવાનું ઓછુ કરી દેવું જોઇએ. આ સાથે જ તમે દિવસમાં ચા પીવો છો તો તમારે ચા પણ મોળી પીવી જોઇએ. એક સંશોધન મુજબ ડાયાબિટીસના દર્દીઓ મોળી ચા એટલે કે ખાંડ વગરની ચા પીવે છો તો એમની હેલ્થ માટે વધારે સારું.
વધતા ડાયાબિટીસને કારણે ડોક્ટર્સ પણ આનું રિસર્ચ વધારે પ્રમાણમાં કરવા લાગ્યા છે. ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ લીધા વગર કોઇ પણ વસ્તુમાં આગળ વધવું જોઇએ. આ સાથે જ ડાયાબિટીસના દર્દીઓએ ફ્રૂટ અને ફ્રૂટના જ્યૂસ પણ બને એમ ઓછા પીવા જોઇએ.