સંકટના સમયે પુતિને આપ્યો હતો સાથ, આખી દુનિયા વિરૂદ્ધ રશિયા સાથે મિત્રતા નીભાવી રહ્યા છે 9 દેશ

યૂક્રેન સામે યુદ્ધ લડી રહેલુ રશિયા દુનિયાથી પુરી રીતે અલગ થઇ ગયુ છે. તેમ છતા વિશ્વના તમામ દેશ વિરૂદ્ધ જઇને રશિયા સાથે 9 દેશ ઉભા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના તેમના રાષ્ટ્ર અધ્યક્ષ સાથે સારા સબંધ છે. પુતિને આ નવ દેશના રાષ્ટ્ર અધ્યક્ષોની કઠિન સમયમાં મદદ કરી છે. જેના પરિણામે વિશ્વના આ નવ દેશ વિપરિત સ્થિતિમાં પણ રશિયા સાથે છે.

બેલારૂસ: રાષ્ટ્રપતિને સત્તા પરથી હટાવાતા બચાવ્યા હતા

રશિયા સાથે માત્ર જમીની સરહદ શેર નથી કરતુ. રશિયા સાથે આર્થિક અને રાજકીય સબંધ પણ મજબૂત છે. બેલારૂસમાં થતા વેપારના 48 ટકા ભાગ સીધા રશિયાથી થાય છે. બેલારૂસના રાષ્ટ્રપતિ એલેકજેંડર લુકાસહેંકોનો પ્રભાવ પણ પુતિન જેવો જ છે. પુતિને એલેકજેંડરનો સાથ તે સમયે આપ્યો જ્યારે સપ્ટેમ્બર 2020માં તેમના વિરૂદ્ધ અવાજ ઉઠવા લાગ્યો હતો. પુતિનના સહયોગના પરિણામે લુકાહેંસ્ક 1994થી સતત બેલારૂસના રાષ્ટ્રપતિ બનેલા છે.

સેન્ય સહયોગ: યૂક્રેન વિરૂદ્ધ યુદ્ધ છેડવામાં બેલારૂસની પણ મહત્વની ભૂમિકા છે. રશિયન સૈનિકોને યૂક્રેનમાં દાખલ થવામાં મદદ કરી. આ સિવાય યૂક્રેન સરહદ પર બન્ને દેશોની સેનાઓએ યુદ્ધ પહેલા સંયુક્ત અભ્યાસ પણ કર્યો હતો. રશિયા બેલારૂસની સેનાને મદદ કરતુ રહ્યુ છે.

સીરિયા

સીરિયાના રાષ્ટ્રપતિ બશર-અલ-અસદ પર યુદ્ધ અપરાધ અને રસાયણિક હથિયારોના ઉપયોગને લઇને કેસ ચાલી રહ્યો છે. અસદ વિરૂદ્ધ લાગેલા આ આરોપોને પુતિન ખોટા ગણાવતા રહ્યા છે. રશિયન કાર્યવાહી બાદ અસદે નિવેદન આપ્યુ હતુ કે યૂક્રેનમાં જે કઇ થઇ રહ્યુ છે તેનાથી ઇતિહાસ દૂર થઇ રહ્યુ છે, તેને ફરી મેળવવામાં આવી રહ્યુ છે જે સોવિયત સંઘ તૂટ્યા બાદ અસંતુલિત થઇ ગયુ હતુ. અસદ 17 જુલાઇ 2000થી સીરિયાની સત્તા પર છે.

સેન્ય મદદ: વ્લાદિમીર પુતિને 4 સપ્ટેમ્બર 2015માં જાહેરાત કરી હતી કે તે અસર સરકારને સેન્ય હથિયારથી લઇને અન્ય તમામ રીતની મદદ આપી રહ્યુ છે. રશિયાએ અસદ સાથે મળીને સીરિયન વિદ્રોહીઓ વિરૂદ્ધ યુદ્ધ છેડીને અસદનું સમર્થન મેળવ્યુ હતુ.

વેનેજુએલા: આર્થિક તંગીમાં મદદ કરી મિત્ર બનાવ્યા

લેટિન અમેરિકન દેશ વેનેજુએલા રશિયાનો મહત્વનો સહયોગી છે. તાજેતરમાં આર્થિક તંગી સામે ઝઝુમી રહેલા વેનેજુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને સીધી રીતે આર્થિક મદદ પહોચાડી હતી. આ સિવાય રાષ્ટ્રપતિ ચૂંટણીમાં માદુરોની જીત પાક્કી કરવા માટે રશિયાએ તમામ મદદ કરી હતી. રશિયા અહી ઔધોગિક ક્ષેત્રો પર ભાર આપવા માટે મદદ કરી રહ્યુ છે. રશિયા અને વેનેજુએલાની સેના રશિયા સાથે નિયમિત સંયુક્ત સેન્ય અભ્યાસ કરે છે અને પોતાના સરહદી પશ્ચિમી દેશોને પોતાની તાકાતનો અહેસાસ કરાવતા રહે છે.

ક્યૂબા: નાટો દેશો વિરૂદ્ધ રશિયાની ભાષા

યૂક્રેન પર હુમલા માટે વિશ્વ રશિયાને જવાબદાર ઠેરવી રહી છે. બીજી તરફ ક્યૂબા અમેરિકા સહિત અન્ય નાટો દેશોની વર્તમાન સ્થિતિ માટે જવાબદાર ઠેરવી રહ્યુ છે. ક્યૂબા વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યુ હતુ કે અમેરિકા સહિત તમામ પશ્ચિમી દેશ રશિયાને યૂક્રેન વિરૂદ્ધ કાર્યવાહીને લઇને ધમકાવવાની સાથે ઉકસાવી રહ્યા હતા. કહેવામાં આવે છે કે 1959માં ફિદેલ કાસ્ત્રોના નેતત્વમાં ક્યૂબા ક્રાંતિ બાદ સોવિયત સંઘ સાથે તેની મિત્રતા વધી અને રશિયા સૌથી નજીકનો બની ગયો. સત્તામાં પુતિન આવ્યા તો સબંધ વધુ ગાઢ બન્યા હતા.

મ્યાનમાર: રશિયાએ બતાવ્યુ તે વિશ્વની મહાશક્તિ

મ્યાનમારમાં સેનાએ તખ્તાપલટ કરી નાખ્યુ હતુ. યૂક્રેનમાં રશિયન કાર્યવાહીને યોગ્ય ઠેરવતા મ્યાનમાર સેનાના પ્રવક્તા જનરલ જોવ મિન તુને કહ્યુ છે કે તે આ સ્થિતિમાં રશિયા સાથે છે, કારણ કે રશિયાએ પોતાની સંપ્રભુતાને બચાવવા માટે આ પગલુ ભર્યુ છે. મ્યાનમાર સેનાનું કહેવુ છે કે રશિયાએ પોતાની આ કાર્યવાહીથી વિશ્વને બતાવી દીધુ છે કે તે દુનિયાના સૌથી શક્તિશાળી દેશ છે. વર્ષ 2007માં રશિયા અને મ્યાનમારે પરમાણુ શોધ પર હસ્તાક્ષર પણ કર્યા હતા. આ સિવાય રશિયા સેન્ય સહયોગ પણ આપે છે.

આ ચાર દેશ પણ પુતિન સાથે ઉભા છે

યૂક્રેન વિરૂદ્ધ યુદ્ધ છેડવા પર ચારે તરફ ઘેરાયેલા રશિયાને ઉત્તર કોરિયા, ચીન અને પાકિસ્તાન, સર્બિયાનો પણ સાથ મળી રહ્યો છે. ઉત્તર કોરિયાનું કહેવુ છે કે પશ્ચિમી દેશ આધિપત્ય સ્થાપિત કરવા માંગે છે કારણ કે તે ઘમંડમાં ચૂર છે. ચીન ખુલીને સામે તો નથી આવ્યુ પરંતુ રશિયા સાથે તેની મિત્રતા સારી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો યુદ્ધ વચ્ચે રશિયાનો પ્રવાસ સબંધ દર્શાવે છે. સર્બિયા રશિયાનો નજીકનો છે પરંતુ તે સંતુલિત અંદાજમાં સતત શાંતિની અપીલ કરી રહ્યુ છે.