પાટણ ની શાળા ઓ માં દર રવિવારે સ્ત્રી ઓ ને સ્વરક્ષણ તાલીમ અપાશે
પાટણ ની આશરો સંસ્થા દ્વારા દર રવિવારે મહિલા ઓ ને સેલ્ફ ડિફેન્સ ની તાલીમ સાથે માર્ગ દર્શન અપાય છે
મહિલા ઓ અને બાળકો એ સેલ્ફ ડિફેન્સ ની તાલીમ મેળવી
મહિલા ઓ પોતાની જાતે પ્રતિકાર કરી શકે તેવી બહાદુર બનાવવા પાટણ ની આશરો સંસ્થા દ્વારા દર રવિવારે મહિલા ઓ ને સેલ્ફ ડિફેન્સ ની તાલીમ સાથે માર્ગ દર્શન અપાય છે ત્યારે આગામી સમયે નારી શક્તિ ને ઉજાગર કરવા શાળા ઓ કે અન્ય શૈક્ષણિક સંકૂલો માં જઈ મહિલા ઓ ને સ્વરક્ષણ તાલીમ સાથે માર્ગ દર્શન નું આયોજન આશરો સંસ્થા દ્વારા કરાયું છે.
બીજા રવિવારે પાટણ ની આદર્શ સ્કૂલ ના મેદાન માં નિઃશુલ્ક સેલ્ફ ડિફેન્સ તાલીમ અને તેનાં માગૅ દશૅન કાયૅક્રમ માં મોટી સંખ્યા માં બેહ નો અને બાળકો જોડાયા હતા. જેમાં આશરો સંસ્થા ના પ્રમુખ રોહિત પટેલ, સદસ્ય જયમીન પટેલ, માનસી બેન ત્રિવેદી, ભાવેશ ત્રિવેદી સહિત ના અનેક પરિવાર ના સદસ્યો હાજર રહ્યા હતા.