નવા ઓરડા કેટલી શાળાઓમાં ના હોવાના કારણે ક્યારેક વિદ્યાર્થીઓએ કાચા મકાન કે બહાર બેસીને ભણવું પડે છે. તે બાબતને લઈને કોંગ્રેસના સવાલોની સામે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, કોંગ્રેસ શિક્ષણ ક્ષેત્રે રાજનીતિ કરે છે, 19 હજાર શાળાના નવા ઓરડા બનશે.
10 હજાર ઓરડા બનાવવામાં આવશે.
એક સાથે દસ હજાર ઓરડા બનાવવાની જોગવાઈ 937 કરોડની આ બજેટમાં કરવામાં આવી છે. વિપક્ષના શાસન સામે ઓરડા કેટલા હતા તેની માહિતી નથી. સ્કૂલ ઓફ એક્સલન્સ ની અંદર વધારાના 4000 ઓરડા બનાવવાનું કામ ઓનલાઈન ટેન્ડર થકી છે જેમાં કોઈ ટેન્ડરના ભરે કોઈ ટેકનીકલ બાબતો ઊભી થાય તેના કારણે કોઈક વાર પુરા ઓરડા બનાવી શક્યા નથી.
ચાલુ વર્ષે 2500 જેટલા ઓરડા બની રહ્યા છે. ચાલુ વર્ષે એ અન્ય ઓરડા બને એ ટેન્ડર વ્યવસ્થાઓ બનાવીને તમામ આયોજન સરકાર કરી રહી છીએ પરંતુ અઢી લાખ ભાજપના શાસનમાં સૌથી વધુ ઓરડા બન્યા છે.
વિદ્યાર્થીઓ ભણતા સૌથી વધુ ભાજપના શાસનમાં થયા છે. કોંગ્રેસના શાસનમાં ગામડા અને શહેર ની અંદર ગરીબ માણસ નથી ભણી શક્યો, હજુ પણ જુના ઓરડાને નવા બનાવવાના છે. જૂના મકાનો પણ ભૂતકાળમાં પણ હતા જ્યાં શિક્ષણ કાર્ય ચાલતું હતું.