લાખો- કરોડો.. ક્રિકેટ ચાહકોની આંખો ભીની કરી, શેન વોર્ને દૂનિયાને અલવિદા કહ્યું છે,13 સપ્ટેમ્બર 1969ના રોજ જન્મેલા શેન વોર્ને ક્રિકેટની દુનિયામાં પગ મુકતા જ પોતાની ઓળખ સર્વશ્રેષ્ઠ લેગ-સ્પિનર બોલર તરીકે દૂનિયા સમક્ષ મુકી હતી, શેન વોર્નની સ્પિન બોલીંગમાં સારી પકડ હતી, તેઓ બેથી ત્રણ પ્રકારની ગુગલી બોલીંગ કરી શકતા હતા, વર્ષ 2006માં શેન વોર્ન ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યા હતા, વર્ષ 1993ની એશીસ સીરીઝમાં ઈંગ્લેન્ડ સામે વોર્ને 6 ટેસ્ટ મેચમાં 34 વિકેટ ઝડપી હતી. તેઓ ઈન્ડિયન્સ પ્રીમિયર લીગ અને અન્ય ટ્વેન્ટી 20 સ્પર્ધાઓમાં પણ ક્રિકેટ રમ્યા હતા.ક્રિકેટ જગતમાં સ્પિનરોને યાદ કરવામાં આવે તો સૌથી પહેલા શેન વોર્નનું નામ મોખરાના સ્થાને આવે, સ્પિનના જાદૂગર શેન વોર્ન થાઈલેન્ડના વિલામાં બેભાન અવસ્થામાં મળ્યા હતા, હાર્ટ એટેક આવતા તેમણે 4 માર્ચના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.
સ્પીનના જાદૂગર શેન વોર્નને લોકો પ્રેમથી ‘વોર્ની’ તરીકે પણ બોલાવતા હતા, તેમના મૃત્યુના સમાચાર સાંભળતા જ સૌ કોઈ ભારે દુ:ખ સાથે શોકની લાગણી મહેસૂસ કરી રહ્યા છે