યૂક્રેનમાં રશિયન સૈન્ય કાર્યવાહીથી સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. યૂક્રેનમાં રશિયાની એર સ્ટ્રાઇકની આશંકાને ધ્યાનમાં રાખતા કીવમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે તે જ્યા પણ પોતાના નજીકના શેલ્ટર દેખાય ત્યા જઇને છુપાઇ જાય. બીજી તરફ યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીએ તે સમાચારનું ખંડન કર્યુ છે જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે તે દેશ છોડીને ચાલ્યા ગયા છે.
તાસ એજન્સી અનુસાર, તેમણે કહ્યુ કે તે કીવમાં જ છે અને પોતાની ઓફિસથી કામ કરી રહ્યા છે. એક ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયો દ્વારા તેમણે આ વાત કહી છે. તેમણે પોતાની ઓફિસને પણ બતાવી છે. જેમાં તે કહેતા જોવા મળી રહ્યા છે કે તે અહી પોતાની ઓફિસમાં જ છે. એડ્રે બોરિસોવિચ પણ અહી જ છે. કોઇ અહીથી ભાગ્યુ નથી. આ પહેલા રશિયાની ડ્યૂમાના સ્પીકર વેચેસ્લેવ વોલોડિને કહ્યુ હતુ કે જેલેંસ્કી યૂક્રેન છોડી પોલેન્ડ જતા રહ્યા છે.
એજન્સીએ અમેરિકાના વિદેશ સચિવના હવાલાથી જણાવ્યુ છે કે અમેરિકા રશિયા સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. પણ શરત માત્ર એટલી કે કઇક હલ નીકળતો હોય. બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં વિદેશ મંત્રી એંટોની બ્લિંકને કહ્યુ છે કે જો રશિયા પણ આ રીતનું વિચારે છે અને મુદ્દાનો હલ કાઢવા માંગે છે તો પછી અમેરિકા પણ તેમની સાથે વાર્તા માટે બેસવા માંગશે.
આ વચ્ચે યૂક્રેનમાં ફસાયેલા લોકોને લઇને જેમાં મોટાભાગના વિદ્યાર્થી છે, વિમાન દિલ્હી પહોચ્યુ છે. પોતાના બાળકોને જોઇને પરિવારજનોની આંખો ભરાઇ આવી છે. તમને જણાવી દઇએ કે ભારતે ત્યા ફસાયેલા પોતાના લોકો માટે હવે ભારતીય વાયુસેનાનો પણ સહારો લીધો છે. તમામને યૂક્રેનના પાડોશી દેશો દ્વારા સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે.