અજાણ્યા ઇસમો દ્વારા તોડવાનો પ્રયત્ન કર્યો હોવાની ઘટના ઘટી છે. આ બનાવની જાણ બેંકના કર્મચારીઓને થતા સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જે બાદ સ્થાનિક પોલીસ ટીમ બનાવ સ્થળે આવી હતી. સૌ પ્રથમ બેંકના એટીએમ અને બેંકમાં લગાવવામાં આવેલ સીસીટીવી ફુટેજ તપાસવામાં આવ્યા હતા. જેમાં ત્રણ યુવકો એટીએમને તોડવાનો પ્રયત્ન કરતા હોવાનુ કેમેરામાં કેદ થયું છે. ત્રણ યુવકો કોસ (લોખંડની પાઈપ) દ્રારા એટીએમ તોડતા હોવાનુ જણાઇ આવે છે. જો કે એક કલાકની મહેનત બાદ પણ એટીએમ મશીનનુ કેસ બોક્સ ન તુટતા યુવકો ખાલી હાથ પરત ગયા હતા. આ બનાવ અંગે સ્થાનિક પોલીસ અને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ આરંભી છે. મહેમદાવાદના ખાત્રજ-ચોકડીથી મહુધા તરફના રોડ ઉપર એસ.બી.આઇ રાષ્ટ્રીકૃત બેંક અને તેની પાસે તેનુ એટીએમ આવેલુ છે. ગુરુવારની રાતે 2.40 વાગ્યાની અરસામાં બેંકના એટીએમમાં ત્રણ યુવકો દ્વારા એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એટીએમ મશીનનો આગળનો ભાગ તોડ્યો હતો, પરંતુ કેસ બોક્સ તોડી શકયા ન હતા. એટીએમ બહાર લગાવવામાં આવેલ કેમેરો અને એટીએમમાં લગાવેલ કેમેરાને અજાણ્યા ઇસમોએ તોડવાનો પ્રયાસ કર્યો હતો. શુક્રવારની સવારે બેંકના કર્મચારીઓ બેંકમાં આવતા બેંકનુ એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાની જાણ થઇ હતી. આ બાદ બેંકના કર્મચારીઓ દ્વારા સ્થાનિક પોલીસને સમગ્ર બનાવની જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ બનાવ સ્થળે પહોચી બેંકમાં લગાવવામાં આવેલ સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા. જેમાં બેંકના એટીએમમાં ત્રણ અજાણ્યા ઇસમો કેમેરામાં કેદ થયા છે, તેઓ કોશ જેવા કોઇ લોખંડની પાઇપની મદદથી એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરતા હોવાનુ જણાઇ આવ્યુ હતુ. વળી ત્રણેય ઇસમોએ મો ઢાકેલા જોવા મળ્યા હતા. જો કે એટીએમ તોડવાના પ્રયાસમાં બે યુવકોના મો ઉપર બાંધેલ માસ્ક ઉતરી ગયેલા જણાઇ આવ્યુ હતુ. ત્રણેય અજાણ્યા ઇસમો દ્વારા બેંકની પાસે આવેલ એટીએમ મશીન તોડવા માટે અંદાજિત એક કલાક સુધી પ્રયત્ન કરતા કેમેરામાં કેદ થયા છે. 2 લાખની રોકડ ચોરી થતાં બચી ગઇ આ અંગે ખાત્રજ બેંક મેનેજર સંપર્ક કરતા તેમણે સમગ્ર મામલા અંગે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ કરવા આવ્યા હોવાનુ જણાવ્યુ હતુ.
એટીએમમાં પૈસા અંગેની વાત કરતા તેમણે ઉમેર્યુ હતુ કે અંદાજિત બે લાખ રૂપિયા જેટલી કેસ હતી પરંતુ તે ગઇ નથી ફક્ત અજાણ્યા ઇસમો દ્વારા એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાનુ જણાવ્યુ હતુ. – વિકાસસિંગ,મેનેજર ખાત્રજ એસ.બી.આઇ બેંક બનાવની મોડી સાંજ સુધી ફરિયાદ નોંધાઇ નથી બનાવ અંગે મહેમદાવાદ સ્થાનિક પોલીસના પી.આઇનો ટેલિફોનિંક સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે આ બનાવ અંગે હજી કોઇ ફરિયાદ આવી નથી. – એન.ડી.નકુમ, પી.આઇ. મહેમદાવાદ