યૂક્રેનમાં ભૂખ્યા-તરસ્યા બંકરોમાં છુપાયા છે ભારતીય વિદ્યાર્થીઓ, બહારથી બોમ્બ-ફાયરિંગનો અવાજ સંભળાય છે

યૂક્રેનમાં ઇન્ડિયન એમ્બેસીમાં 28 ફેબ્રુઆરીએ એક નોટિસ લગાવવામાં આવી હતી જેમાં લખ્યુ હતુ- તમામ ઇન્ડિયન સ્ટૂડન્ટને સલાહ આપવામાં આવે છે કે તે આજે ભારત પરત ફરવા માટે બોર્ડર પર પહોચે. યૂક્રેન સરકારે સ્પેશ્યલ ટ્રેનોની વ્યવસ્થા કરી છે.

 

જીવના જોખમે બોર્ડર પર આગળ વધી રહ્યા છે વિદ્યાર્થી

 

ભારતના વિદ્યાર્થીઓ અને વર્કર મોટી સંખ્યામાં અન્ય દેશના લોકો સાથે યુદ્ધ પ્રભાવિત યૂક્રેનના ખારકીવથી નજીકના રેલ્વે સ્ટેશન તરફ આગળ વધી રહ્યા છે. પોતાનો જીવ જોખમમાં મુકીને આ લોકોએ તિરંગો પકડી રાખ્યો છે. એક વિદ્યાર્થીના પિતાએ આ વાત કરી છે. 700 ભારતીયો સહિત 1000 લોકો ભારતીય રાષ્ટ્રીય ધ્વજ લઇને રેલ્વે સ્ટેશન તરફ ચાલતા જઇ રહ્યા છે. આ રેલ્વે સ્ટેશન તેમના બંકરથી સાત કિલોમીટર દૂર છે.

 

વલસાડના રવિરાજનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે રશિયાના હુમલાથી બચવા માટે અન્ય વિદ્યાર્થીઓ સાથે બંકરોમાં છુપાયેલો છે. બંકરમાં સાયરનનો અવાજ સંભળાઇ રહ્યો છે અને બોમ્બ અને ફાયરિંગથી બચવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બંકરમાં છુપાયેલા છે.

 

પાટણની જાનવી મોદી પરત પોતાના ઘરે આવી પહોંચતા સોસાયટીના રહીશો અને પરિવારે ફટાકડા ફોડી આરતી ઉતારી કેક કાપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે માતાપિતા દ્વારા બાળકોને મળતા ભેટી પડ્યા અને કંકુ તિલક કરી ફૂલડે વધાવ્યા હતા. વિદ્યાર્થિનીએ પોતાને લક્કી માની હતી.

 

અધિકારીઓ પરિવારને આપી રહ્યા છે સાંત્વના

 

બીજી તરફ ભારતમાં ઉચ્ચ અધિકારીઓ યૂક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના ઘરે જઇને તેમના પરિવાર સાથે વીડિયો કોલિંગથી વાત કરાવીને તેમણે સહી સલામત રીતે પરત લાવવાનું આશ્વાસન આપી રહ્યા છે. યૂક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ હેમ ખેમ પરત આવે તે માટે પાટણમાં મહામૃત્યુંજય મંત્રાના જાપ પણ કરવામાં આવી રહ્યા છે.

 

યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા જંગમાં 1 માર્ચે કર્ણાટકના 21 વર્ષીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાનું મોત થયુ હતુ. યૂક્રેનના ખારકીવમાં નવીન તે સમયે રશિયન હુમલાનો ભોગ બન્યો જ્યારે તે કઇક સામાન લેવા માટે દુકાનમાં ગયો હતો. નવીનના મોતના સમાચાર આવ્યા બાદ તેના પિતા જ્ઞાનગૌદરે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે દેશના હાયર એજ્યુકેશન સિસ્ટમ પર સવાલ ઉભા કર્યા હતા. નવીનના પિતાએ કહ્યુ કે તેમનો પુત્ર અભ્યાસ કરવા માટે બહાર એટલા માટે ગયો હતો કારણ કે ભારતમાં મેડિકલ સીટ મેળવવા માટે કરોડો રૂપિયા આપવા પડતા હતા.

 

નવીનના પિતા જ્ઞાનગૌદરે કહ્યુ, ડોનેશનની સ્થિતિ ઘણી ખરાબ છે, હું તમામ નેતાઓ અને અધિકારીઓને આ મામલાને જોવા માટે વિનંતી કરૂ છુ. ભારતના ઇન્ટેલીજન્ટ વિદ્યાર્થીને પણ બહાર અભ્યાસ માટે જવુ પડે છે કારણ કે દેશમાં તેમણે મેડિકલ સીટ મેળવવા માટે કરોડો રૂપિયા આપવા પડે છે અને આપણા વિદ્યાર્થીઓને ઓછા પૈસા ખર્ચ કરીને વિદેશમાં સમાન શિક્ષણ અથવા અહીથી પણ સારૂ શિક્ષણ મળી જાય છે. ત્યાની સંસ્થામાં પ્રેક્ટિકલ ઇક્વિપમેન્ટ પણ અહી કરતા સારા છે. અહી ભારતમાં કાસ્ટ બેસ પર સીટો ફાળવવામાં આવે છે. મારા પુત્રના પીયૂસીમાં 97 ટકા નંબર હતા તેમ છતા તે રાજ્યમાં મેડિકલ સીટ મેળવી શક્યો નહતો.

 

પીએમ અને સીએમ સાથે કરી વાત

યૂક્રેનમાં ભૂખ્યા-તરસ્યા

નવીનના મોતના સમાચાર આવ્યા બાદ તેના પિતા જ્ઞાનગોદર સાથે પીએમ નરેન્દ્ર મોદી અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ વાત કરી હતી. પીએમ મોદીએ નવીનાના પિતા સાથે ફોન પર વાત કરી પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી હતી અને તેમણે સાંત્વના આપી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ નવીનના પિતા સાથે વાત કર્યા બાદ એક ટ્વીટ કર્યુ, જેમાં મુખ્યમંત્રી બોમ્મઇએ લખ્યુ, યૂક્રેનમાં ગોળીબારમાં કર્ણાટકના વિદ્યાર્થી નવીન જ્ઞાનગૌદરના મોત પર સ્તબ્ધ છું. પરિવાર પ્રત્યે મારી ઉંડી સંવેદના. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. અમે સતત વિદેશ મંત્રાલયના સંપર્કમાં છીએ અને તેમના પાર્થિવ શરીરને પરત લાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છીએ.