પરમાણુ યુદ્ધ થયુ તો

જો દુનિયા પર પરમાણુ યુદ્ધ થયુ તો? રશિયા અને યૂક્રેન વચ્ચે સાત દિવસથી યુદ્ધ ચાલી રહ્યુ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ધમકી આપી રહ્યા છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1945માં અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર પરમાણુ હુમલો કર્યો હતો. આ હુમલો એટલો જોરદાર હતો કે હજારો-લાખો લોકોના મોત ગણતરીની મિનિટોમાં જ થયા હતા. તે બાદ પણ વર્ષો સુધી લોકો મરતા રહ્યા હતા.રશિયા યૂક્રેનને પરમાણુ હથિયાર મેળવવાની પરવાનગી નહી આપે. રશિયાના વિદેશ મંત્રીએ ધમકી આપતા કહ્યુ કે ત્રીજો વિશ્વ યુદ્ધ થયુ તો આ પરમાણુ યુદ્ધ થશે અને ઘણો વિનાશકારી હશે.

રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પરમાણુ યુદ્ધનો ખતરો વધી ગયો છે. લડાઇ હવે લગભગ નિર્ણાયક મોડ પર પહોચી ગઇ છે પરંતુ ખતરો ટળ્યો નથી. અમેરિકા સહિત પશ્ચિમી દેશ યૂક્રેનની મદદ કરી રહ્યા છે અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પહેલા જ ચેતવી ચુક્યા છે કે જો કોઇ બહારનો વચ્ચે પડ્યો તો તેનો તે અંજામ થશે જે પહેલા તેને ક્યારેય જોયો નહી હોય. એક્સપર્ટ પુતિનની આ ચેતવણીને પરમાણુ યુદ્ધની ધમકી સાથે જોડીને જોઇ રહ્યા છે.

જાપાન પરમાણુ હુમલો ઝેલી ચુક્યુ છે અને આ હુમલામાં જે લોકો બચી ગયા છે તે આજે પણ તે દિવસને યાદ કરીને સહમી ઉઠે છે.

પરમાણુ યુદ્ધ થયુ તો શું થશે?

સ્વિત્ઝરલેન્ડની એક સંસ્થા ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટૂ અબોલિશ ન્યૂક્લિયર વેપનને 2017માં નોબેલ પીસ પ્રાઇઝ પણ મળી ચુકી છે. ICAN અનુસાર, એક પરમાણુ બોમ્બ લાખો લોકોના જીવ લઇ લેશે. જો 10 કે હજારો બોમ્બ પડ્યા તો લાખો-કરોડો મોત થશે અને ધરતીનુ પુરૂ ક્લાઇમેન્ટ સિસ્ટમ બગડી જશે.

લાખો-કરોડો મોત થશે

ICAN અનુસાર, એક પરમાણુ બોમ્બ આખા શહેરને નષ્ટ કરી નાખશે. જો આજના સમયમાં કેટલાક પરમાણુ હથિયારનો ઉપયોગ થાય છે તો તેમાં કરોડો લોકો માર્યા જશે. જો અમેરિકા અને રશિયા વચ્ચે મોટો પરમાણુ યુદ્ધ છેડાયુ તો મૃતકોની સંખ્યા 10 કરોડનો આંકડો પાર કરી નાખશે. મુંબઇ, જ્યા દર એક કિલોમીટરના દાયરામાં 1 લાખ કરતા વધુ લોકો રહે છે, ત્યા હિરોશીમા જેવો પરમાણુ બોમ્બ પડે તો એક અઠવાડિયામાં 8.70 લાખથી વધારે મોત થઇ જશે. જો અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ યુદ્ધમાં 500 પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવામાં આવે તો અડધા કલાકની અંદર 10 કરોડથી વધારે મોત થઇ જશે.

જે પરમાણુ બોમ્બ હિરોશીમા પર પડ્યો હતો, જો તેની સાઇઝના 100 બોમ્બ પડે તો ધરતીની આખી સિસ્ટમ જ બગડી જશે. આવો હુમલો થતા ક્લાઇમેન્ટ સિસ્ટમ પ્રભાવિત થશે અને ખેતી પર પણ અસર થશે. દુનિયા ગ્લોબલ વોર્મિંગ સામે ઝઝુમી રહી છે પરંતુ પરમાણુ યુદ્ધ થવા પર ધરતીનું તાપમાન ઝડપથી ઓછુ થવા લાગશે.

ક્યા દેશ પાસે કેટલા છે પરમાણુ હથિયાર?

દેશ        પરમાણુ હથિયાર
રશિયા        5,977
અમેરિકા        5,428
ચીન        350
ફ્રાંસ        290
યૂકે        225
પાકિસ્તાન        165
ભારત        160
ઇઝરાયલ        90
ઉત્તર કોરિયા        20