યૂક્રેનને યુદ્ધમાં જર્મની, ફ્રાંસ, નેધરલેન્ડ ઉપરાંત અરબજપતિ એલન મસ્કે પણ આ રીતે કરી મદદ

યૂક્રેનના સંરક્ષણને ધ્યાનમાં રાખી યૂક્રેનને મદદ કરવા માટે વિવિધ દેશો સામે આવી રહ્યા છે. નાટો સાથે જાેડાયેલા દેશાે તેમને આ રીતે મદદ કરી રહ્યા છે.અમેરીકા તરફથી આ મદદ કરવામાં આવી છે. આ ઉપરાંત ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ સહીતના દેશાે ઉપરાંત એલન મસ્કે પણ યુક્રેનને મદદ કરી છે. યુક્રેન તમામ દેશાે પાસેથી રશિયા સામે મદદ માંગી રહ્યું છે.

એલન મસ્કે અંતરીક્ષથી મદદ મોકલી છે. એલન મસ્ક દ્વારા સ્ટાર લિંક સિસ્ટમથી ઈન્ટરનેટથી આ સુવિધા આપવામાં આવી છે. યુક્રેને કહ્યું અમારી પર સાયબર હુમલા થતા ઈન્ટરનેટ સુવિધા ખોરવાઈ છે. માટે આ મદદ  માેકલી છે.

યુક્રેન રશિયા વોરનો 5મો દિવસ ચાલી રહ્યો છે. યુદ્ધના દિવસો ખેંચાઈ રહ્યા છે. રશિયાએ જલદી જ આ બાબતે નિર્ણય લેવો પડશે. જાે આવું નહીં થાય તાે યુક્રેનની હાલત કફોડી બની જશે.

જર્મનીએ મિસાઈલ આપી છે 1000 એન્ટી ટેન્ક હથિયારો સાથે 500 મિસાઈલ જર્મની દ્વારા આપવામાં આવશે, ફ્રાન્સ હથિયાર આપશે. નેધરલેન્ડ 400 ટેન્ક આપશે, અમેરીકાએ 350 મિલિયન ડોલરની સૈન્ય સહાય મોકલી છે. જોકે, આ પહેલા સ્કોટલેન્ડે પણ મદદ માટે હાથ લંબાવ્યા હતા. જેને રશિયા દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી.

રશિયા યુદ્ધની તમામ અપડેટ ભારત સાથે શેર કરી રહ્યું છે. ભારત સામે મોટા દેશો શાંતિ સ્થાપવા માટે જોઈ રહ્યા છે. ત્યારે નાટો દેશો શાંતિની વાતો કરવાના બદલે વધુ લડાઈ માટે હથિયારો મોકલે છે.