ગુજરાતનું ગૌરવ ઉષા કપૂર મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કવીન  2021 અંતર્ગત મિસિસ ઇન્ડિયા ઓડિસિયસનો ખિતાબ જીત્યો

તા. ૯ નવેમ્બરના રોજ દિલ્હી ખાતે યોજાયેલ  બ્યુટી પેજેન્ટમાં શ્રીમતી ઉષા કપૂરે મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કવીન ૨૦૨૧ માં મિસિસ ઇન્ડિયા ઓડિસિયસનો ખિતાબ જીત્યો છે અને આ સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ફર્સ્ટ જનરેશન ઉદ્યમી ઉષા કપૂર ખુબજ ડાયનેમિક અને પોઝિટિવ વિચાર સરણી ધરાવતી વ્યક્તિ છે. અને અપકેપ નામની સફળ કંપનીના પ્રમોટર છે. ૨૦૦૩ માં પ્લે સ્કૂલ થી તેમને પોતાની ધંધાકીય કારકિર્દીની શરૂઆત  કરી હતી. નાના બાળકોને તેમના નાનીઉમરે સારું ઘડતર અને કેળવણી મળી રહે તે ઉદ્દેશ સાથે આ કાર્યની શરૂઆત કરી હતી. તેઓ પોતે કોસ્મેટોલોજિસ્ટ છે. બ્યુટી અને વેલનેસ સેક્ટર  પણ  કાર્યરત છે. તેઓ સ્કિલ ડેવલોપમેન્ટમાં પણ કાર્યરત છે અને આ સાથે આયુર્વેદિક પ્રોડક્ટ પણ બનાવે છે. તેઓએ ૨૦,૦૦૦ થી વધુ ગામડાની બહેનોને  બ્યુટી અને વેલનેસ  ક્ષેત્રમાં તાલીમ આપી  આત્મનિર્ભર  બનાવ્યા છે. તેમના કાર્ય ના કારણે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીએ તેમની સાથે એમઓયુ પણ સાઈન કરેલ છે. અને તેમને સખી મંડળ દ્વારા બહેનોને સ્વનિર્ભર કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડયું છે.

આ વિશે જણાવતા ઉષા કપૂર કહે છે કે, આ ખિતાબ તેઓએ દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે અને આર્થિક રીતે સ્વાવલંબી અને પગભર કરવા બહુજ કામ લાગશે. ઓડિસિયસ એટલે બહુજ સાહસ લેનાર વ્યક્તિ – હજારો સ્ત્રીઓ જે પેજન્ટ ભાગ લીધો જેમાં માત્ર  ૫૪ સ્ત્રીઓ જ સિલેક્ટ  થઈ હતી. જે દરમિયાન સામે ઘણાબધા સ્ટેજમાંથી પસાર થઈ તેમાં ઉતીર્ણ બની અને ઉષા કપૂર ફાઇનલ માટે સિલેક્ટ થયા. નવેમ્બર તા ૭ થી ૯ દરમ્યાન તેઓએ ફાઇનલ માં ભાગ લીધો અને તેમાં ૫૪  સ્ત્રીઓ  સ્પર્ધક હતી. જેમાં ઇન્ટરવ્યૂ રાઉન્ડ, ટેલેન્ટ રાઉન્ડ, ક્યુએન્ડએ રાઉન્ડ જેવા ઘણા રાઉન્ડમાંથી પસાર થયા. અને આખરે મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ૨૦૨૧ અંતગૅત મિસિસ ઇન્ડિયા ઓડેસીસ નો ખિતાબ જીત્યો. તેઓ માને  છેકે તમે જો કોઈનું સારું કરશો તો તમારું પણ સારું થશે. ગિવર્સ ગેઇન સિદ્ધાંત તેમને જીવનમાં અમલ કરેલ છે. તેઓ મહિલા સશક્તિકરણનું અદભુત ઉદાહરણ છે. દરેક સ્ત્રી ને શસ્ક્ત બનાવા માટે અગત્યનું કાર્ય કરી રહ્યા છે. આ સાથે દરેક સ્ત્રી પોતાનો નિર્ણય લેતા શીખવું જોઈએ તેવું તે ચોક્કસપણે માને છે. ઉષા કપૂર તેમની ધંધાકીય જવાબદારી સાથે પોતાના કૌટુંબિક જવાબદારીનું સંતુલન બહુજ સારી રીતે કર્યું છે. તેઓ ૧૮ માણસોના સંયુક્ત  કુટુંબમાં રહેલ છે. તેમના પતિ પરેશ કપૂર- કેપસન ગ્રુપ ઓફ કંપનીના એક સફળ ઉદ્યોગસાહસિક છે. અને તેમનો પુત્ર ઇંગ્લેન્ડમાં એન્જીન્યરીંગ કરે છે. તેઓ ૫ વખત ચેસ ચેમ્પિયન બની ચૂકેલ છે અને તેને ગુજરાતના ગવર્નર પાસેથી એવોર્ડ લીધેલ છે. ઉષા કપૂર મુજબ દરેક કામ કરનાર મહિલએ આ બંને જવાબદારી બરાબર નિભાવી જોઈએ. અને તે વખતે તેઓએ આત્મવિશ્વાસપૂર્ણ પોતાના સ્વપ્નને સાકાર કરવાની હિંમત રાખવી જોઈએ.

ઉષા કપૂર માને  છે કે તેમના પતિએ તેમને ખુબજ સારો સહકાર આપી પ્રોત્સાહિત  કરેલ છે. તેઓ  તેમના પતિને પોતાના ગુરુ માને છે. તેમના પરિવારે પણ તેમને બધીજ રીતે સાથે આપી પ્રોત્સાહીત કરેલ છે.

આ સાથે ઉષા કપૂરે ઉમેર્યું હતું કે આવનારા સમયમાં પોતાની સતત પ્રવૃતિઓ દ્વારા સ્ત્રીઓને આગળ વધારતા રહેશે. અને સમાજમાં સ્ત્રીઓ દરેક સ્થળે પોતાનું કાર્ય આગવી કક્ષામાં કરી શકે તેવા કાર્ય કરતા રહેશે.