Happy નર્સ(પરિચારીકા)ડે

ધાવતું બાળક મારે પણ છે છતાં તેને વિખુટુ કરી ને દોડું છું,

પરિવારની ચિંતા મને પણ છે છતાં તેમને દીલાસો આપી ને દોડું છું,

ભૂખ, તરસ અને લાગણીઓ મારાં માં પણ છે છતાં ઈશ્વર સાચવશે તેમ વિચારીને દોડું છું,

જીવની ચિંતા મને પણ છે તો પણ મારાં કર્મોમાં વિશ્વાસ રાખીને ઈશ્વરે આપેલું અપ્રતિમ કાર્ય કરવા દોડું છું,

અંદરથી આશ છે કે હું યોદ્ધા બનીને આ દેશને ચોક્કસ મહામારીમાં થી બચાવીશ.

કહો એક સાથે નારીશક્તિને ..સલામ

Happy નર્સ(પરિચારીકા)ડે

સુચિતા ભટ્ટ”કલ્પનાના સૂર”