IPL 2021 માટે રાજસ્થાન રોયલ્સે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને હવે શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન કુમાર સંગાકારા (Kumar Sangakkara)ને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કુમાર સંગાકારા રાજસ્થાન રોયલ્સ ટીમના (Rajasthan Royals) ડાયરેક્ટર ઓફ ક્રિકેટ હશે. રાજસ્થાન રોયલ્સે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર તેની જાહેરાત કરી છે. રાજસ્થાન રોયલ્સ માટે IPLની 13મી સિઝન ખરાબ રહી હતી. અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને રહી હતી.
IPLની 14મી સિઝનનું મિની ઓક્શન ફેબ્રુઆરીમાં થવાનું છે. આ પહેલાં તમામ ફ્રેન્ચાઈઝી ટીમો પોતાના રિલિઝ્ડ અને રિટેન ખેલાડીઓના લિસ્ટની ઘોષણા કરી દીધી હતી. રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો ટીમે કેપ્ટન સ્ટીવ સ્મિથને આ વખતે રિલીઝ કરી દીધી છે. રાજસ્થાન રોયલ્સની ટીમની વાત કરીએ તો આ ટીમના નામે એક આઈપીએલ ખિતાબ પણ પોતાના નામે કરી ચૂકી છે.
આઈપીએલની પહેલી સિઝન 2008માં રમાઈ હતી અને ત્યારે શેન વોર્નના સુકાનીપદમાં રાજસ્થાન રોયલ્સે ખિતાબ પોતાના નામે કર્યો હતો. આઈપીએલ 2021 માટે રાજસ્થાન રોયલ્સના રિલિઝ અને રિટેન ખેલાડીઓનું લિસ્ટઃ
રિટેન ખેલાડીઃ સંજુ સેમસન (કેપ્ટન), બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોસ બટલર, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવતિયા, મહિપાલ લોમરોર, કાર્તિક ત્યાગી. એન્ડ્રયુ ટાય, જયદેવ ઉનડકટ, મયંક મારકંડે, યશસ્વી જયસવાલ, અનુજ રાવત, ડેવિડ મિલર, મનન વોહરા, રોબિન ઉથપ્પા
રિલીઝ ખેલાડીઓઃ સ્ટિવ સ્મિથ, અંકિત રાજપૂત, ઓશાને થોમસ, આકાશ સિંહ, વરુણ આરોન, ટોમ કરન, અનિરુદ્ધ જોશી, શશાંક સિંહ