હવે રામ મંદિરમાં થઈ રહી છે રાવણની પ્રતિમા મૂકવાની માંગણી, PM મોદીને લખ્યો પત્ર !

મથુરાના એક સંગઠને અયોધ્યામાં રામ મંદિરમાં રાવણની પ્રતિમા મૂકવાની માંગણી કરી છે. લંકેશ ભક્ત મંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ માંગણી કરી છે. સંગઠનના અધ્યક્ષ ઓમવીર સારસ્વતે શુક્રવારે કહ્યું હતું કે, ‘લોકેશ ભક્ત મંડળ પ્રતિમા સ્થાપિત કરવાનો ખર્ચ ઉઠાવશે. એવો જ એક પત્ર રામ જન્મભૂમિના અધ્યક્ષને પણ મોકલવામાં આવ્યો છે. ઓમવીર સારસ્વતે કહ્યું કે અયોધ્યાના રામ મંદિરમાં પ્રતિમા સ્થાપિત કરવી રાવણને સાચી શ્રદ્ધાંજલિ હશે.

તેમણે કહ્યું કે, અયોધ્યા ધામમાં ભગવાન રામના બનાવવામાં આવી રહેલા અદ્દ્ભુત મંદિરમાં હવે દશાનનની પણ એ રીતેની ભવ્ય પ્રતિમા અયોધ્યામાં મુકવામાં આવે. જે રીતે ભગવાન રામની પ્રતિમા મૂકવામાં આવવાની છે. બધા લંકેશ ભક્ત રામ મંદિર નિર્માણમાં પોતાનું દાન આપવાની સાથે સાથે લંકેશની ભવ્ય પ્રતિમા માટે પણ દાન કરશે. તમને જણાવી દઈએ કે રામ મંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી દેશવ્યાપી ફંડ એકત્ર કરવાનું અભિયાન ચલાવી રહ્યું છે.

આ અભિયાનમાં લોકો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને બીજી તરફ મંદિર નિર્માણ માટે પાયાનું ખોદકામ ઝડપી કરી દેવામાં આવ્યું છે. એ પહેલા દેશના પ્રતિષ્ઠિત ભુ-વૈજ્ઞાનિકોની મદદથી કાર્યદાયી સંસ્થા L&Tએ પાયાની ડિઝાઇન તૈયાર કરી લીધી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય ડિઝાઇનને લઈને પૂરી રીતે સંતુષ્ટ છે. તેઓ કહે છે કે જેટલી પ્રમાણિકતા સાથે વૈજ્ઞાનિકોએ પોતાનું કામ કર્યું છે, તેના કારણે આખી દુનિયા ભારતની એન્જિનિયરિંગને સ્વીકાર કરશે. મંદિર નિર્માણ શરૂ કર્યા પહેલા ભૂમિગત પરીક્ષણ કરવામાં 7 મહિનાનો સમય જરૂર લાગશે. એ છતાં મંદિર નિર્માણના મૌલિક સમયમાં કોઈ પરિવર્તન નથી થયું.

તેમણે કહ્યું કે, ફેબ્રુઆરી 2021થી મંદિર નિર્માણમાં 39 મહિનાનો સમય લાગશે. મેન્યુઅલ કાર્ય થવાનું છે, એટલે 2-4 ટકા આમતેમ સમયમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ વધારે નહીં થાય. તેમનું માનવું છે કે ઓગસ્ટ સુધી પાયા નિર્માણનું કાર્ય પૂરું થઈ જશે, પછી મૂળ મંદિરનું કામ ચાલુ થશે. રામ મંદિરના પાયાનું કાર્ય કન્ટીન્યુઅસ રાફ્ટ સ્ટોન પદ્ધતિથી પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. તેના માટે લગભગ 4 લાખ ક્યુબિક સેન્ડ સ્ટોનની જરૂરત બતાવવામાં આવી છે.

આ સેન્ડ સ્ટોન મિર્ઝાપુરથી લાવવામાં આવશે. કહેવામાં આવ્યું છે કે L&Tના અધિકારીઓએ ત્યાંથી સેમ્પલ મંગાવ્યા હતા, જેનું પરીક્ષણ કરાવ્યા બાદ લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ સેન્ડ બંશીપહાડપુર સ્ટોનની ગણતરીએ ઘણાં સખત અને સુવિધાજનક રીતે સુલભ પણ છે. એ પણ જાણવા મળ્યું કે મિર્ઝાપુરના પથ્થરોના સેમ્પલ સાથે ઈંટોનું પણ સેમ્પલ આંબેડકર નગરથી મંગાવવામાં આવ્યા હતા. હાલમાં પુરવઠાના આદેશ આપવામાં આવ્યા નથી.