એક તો ખત હશે

લાગણી તો અમારામાં અલબત્ત હશે,
ચાલવાની તમારામાં દાનત હશે?

સાથ તો જિંદગી ભર નિભાવી જઉં,
આખરે તો એ સંબંધ અંગત હશે!

સાથ તારો ઘડી બેઘડી પામવો,
એ ઘડી જિંદગીમાં તો રંગત હશે.

આ જગતને ખુશીઓથી રંગ્યું છે મેં,
જો થઇશ હું વિદા, લાટ શામત હશે.

દીપ, હું માળિયે આજ ચડતો હતો,
મેં વિચાર્યું હતું, એક તો ખત હશે.

દીપ ગુર્જર