રાજયભરમાં MD ડ્રગ્સની હેરાફેરી વધી, કાશ્મીરી સફરજનની આડમાં લવાતું 46 લાખનું 23 કિલો ચરસ જપ્ત

અમદાવાદ સહિત રાજયમાં હાલમા એમડી ડ્રગ્સ અ ચરસની હેરાફેરી વધી જતાં કેન્દ્ર અને રાજયની એજન્સીઓ એલર્ટ થઈ ગી છે એટલું જ નહીં સતત ઓપરેશન હાથ દરીને ડ્રગ્સ જપ્ત કરી રહી છે.કેન્દ્ર સરકરાના ગૃહ મંત્રાલય હસ્તક કાર્યરત એવા નારકોટિકસ કંન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના ઈન્ટેલિજન્સ અધિકરીઓની ટીમે અમદાવાદમાં વસ્ત્રાલ પાસે કાશ્મીરથી સફ્રજન લઈને આવી રહેલી ટ્રકને આંતરીને તેમાં તપાસ કરતાં ગુપ્ત ખાનામાં છુપાવવામાં આવેલું ભારતીય બજારમાં ૪૫ લાખનું ૨૩ કિલો કાશ્મીર ચરસ જપ્ત કરીને ત્રણ ડ્રગ્સ માફ્યિાઓની ધરપકડ કરી લીધી છે. આ ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે.જેના પગલે આ ચરસની ડિલિવરી કોને આપવાની હતી ? તેની તપાસ ચાલી રહી છે.

સફ્રજનનની લાકડાની પેટીઓમાં ન દેખાય તે રીતે ગુપ્ત ખાનું બનાવીને તેમાં જુદા જુદા ૨૩ જેટલા પેકેટ છુપાવેલા મળી આવ્યા હતા. જેમાંથી ૨૩.૭૦ કિલો કાશ્મીરી ચરસ મળી આવ્યું હતું. જેની ભારતીય બજારમાં કિમત ૪૫ લાખ થવા જાય છે.આ ટ્રકની ડિલિવરી લેવા આવનાર ડ્રગ્સ માફ્યિાનાઓના વાહનને પણ સરખેજ – સાણંદ ચોકડી પાસેથી ઝડપી લેવામાં આવ્યું હતું.

સમગ્ર ઓપરેશન દરમ્યાન એનસીબીના અધિકારીઓ દ્વ્રારા મુઈન અલ અશરફ , રાજા રમીઝખાન , મહમદ ઈરફન ચોપન,  આવેશખાન હસીમખાન પઠાણ, મકબુલ યુસુફ્ભાઈ મહીડાની ધરપકડ કરી લેવામાં આવી છે.

છોટાઉદેપુર તાલુકાના મીઠીબોર ગામ ખાતે તા ૨૧/૧/૨૧ સાંજના ૬:૧૫ કલાકની આસપાસ ખેતરમાં વાવેતર કરાયેલો રૂ ૧,૨૩,૩૪,૬૬૦ વનસ્પતિ જન્ય ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. એસ.ઓ.જી પોલીસ તથા છોટાઉદેપુર પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે છોટાઉદેપુર તાલુકાના મીઠીબોર ગામના વાડી વતવા ફ્ળિયા ખાતે રહેણાંક મકાન પાછળ ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કરાયું છે.

જે આધારે એસ ઓ જી પોલીસે સ્થળ ઉપર રેડ કરી હતી. શૈલેષ નરસિંહભાઇ રાઠવા તથા  અલસીંગ રામાભાઇ રાઠવા બન્ને રહે. મીઠીબોર વાડી વતવા ફ્ળિયા તા.જી.છોટાઉદેપુરનાએ તેના રહેણાક મકાનની પાછળ આવેલ વાડામાં વનસ્પતિ જન્ય ગાંજાનુ ગેરકાયદેસર વાવેતર કરેલુ મળી આવ્યું હતું.