યાદોની પાંખ

ના હવે ચાલી શકું તારા વગર સંસારમાં,
આપશો ના ઘૂંટ સૂરા, જામ છે એ પ્યારનો.

ને ઝલક તારી વિનાએ ચેન ક્યાં છે ખ્વાબમાં,
માનતા ના જાગતો છું આંખ ખુલ્લી રાખતો.

ના વળી જોયા કદી મેં ઈશને મંદિરમાં,
આપના દિદાર સ્વપ્ને રોજ આંખો લૂછતો.

આજ એ આવ્યા નહીં, ના હુંય આવ્યો ભાનમાં,
યાદ ત્યારે ધૂંટ આવ્યો, ડ્રાય ડે એ ડામતો.

રોજ સાંજે યાદ પાંખે ઉડતો આકાશમાં,
દૂર વ્યોમે “ધ્રુવ’ જોને તારલામાં જાગતો.

ધ્રુવ જોશી