પગદંડી

પગદંડી હોય કે પહોળો રસ્તો,
નીકળવાનું તો હોય ટાણે જાણું.

આનંદ બહારે બહારે હોય ના,
અંદર અનુભવાય સાચે જાણું.

વાનગી હજાર પીરસાય ભલે,
ભૂખ મટશે માના ભાણે જાણું.

રાગ ને લય આપો આપ આવે,
ગીત હો જો પ્રેમના નાદે જાણું.

હોય ખરેખર એ જુઓ આત્મીય,
આવી જાય એક જ સાદે જાણું.

નિલેશ બગથરિયા “નીલ”