આમ આદમી, થલતેજ વોર્ડ ના ઉમેદવાર – રોહિત ખન્ના અને કમિટી સભ્યો દ્વારા તાજેતરમાં જ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોતા વિસ્તારના ૨ વર્ષ થી લઈને ૧૫ થી વર્ષની ઉમર ના બાળકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
આ સ્પર્ધાનુ આયોજન વડીલોના આશીર્વાદ સાથે ત્યાંના લોકલ મેદાન માં કરવામાં આવ્યું હતું. આ સાથે કોરોનાના કાળ ને ધ્યાનમાં રાખીને દરેક વિદ્યાર્થીઓ માં સોશ્યિલ ડિસ્ટન્સ અને સ્વછતાનું પણ ચોક્કસ પણે ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકો અને તેમની માતાઓ બને દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. છેલ્લા સતત ૨૦ વર્ષ થી ચાલી રહેલા બીજેપી સરકાર ના નેજા હેઠળ ચાલી રહેલી પાણી અને ગટર તેમજ વિવિધ પ્રકરની સમસ્યાઓ ઉપર પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

તાજેતર માં આપ દ્વારા અમદાવાદમાં ખાતે ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉભરતા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બિઝનેસ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું . જેમાં આ આપના નેશનલ સ્પોકપર્સન અને એમએલએ અતિશી સિંહ, આપ ગુજરાત પ્રેસિડેન્ટ, ગોપાલ ઈટાલિયા, અને આપ બિઝનેસ સેલ અમદાવાદ પ્રેસિડેન્ટ રોહિત ખન્ના હાજીર હતા.