KKFI અને Ultimate Kho Kho ના ખેલાડીઓ માટે પહેલા વૈજ્ઞાનિક તાલિમ કેંપનું આયોજન થયું, રમત મંત્રી કિરણ રિજિજુએ કર્યું ઉદ્ઘાટન

અલ્ટિમેટ ખો ખો ના પ્રમોટર અમિત બર્મન આવનારા 5 વર્ષ માટે 200 કરોડનું રોકાણ કરશે



ખો ખો ફેડરેશન ઓફ ઇન્ડિયા (KKFI) એ અલ્ટિમેટ ખો ખો (UKK) ની સાથે પોતાના ખેલાડીઓની કૌશલ્ય વિકાસ માટે એક ઉચ્ચ પ્રદર્શન મુલ્યાંકન અને વૈજ્ઞાનિક વિશ્લેષણ અને મુલ્યાંકન કાર્યક્રમ “રમત ઉત્કૃષ્ટતામાં વૃદ્ધી” શરૂ કર્યો છે.

આ શિબિર 18 જાન્યુઆરી થી 16 ફેબ્રુઆરી સુધી ચાલશે અને તેમાં 138 ખેલાડીઓ ભાગ લેશે. જેમાં 18 મહિલા ખેલાડીઓ ફરીદાબાદમાં માનવ રચના સ્પોર્ટ્સ સાઇન્સ સેંટર અને ગુરૂગ્રામમાં એસ.જી.ટી. વિશ્વવિદ્યાલયના નિષ્ણાંતો દ્વારા નજર રાખવામાં આવશે.

ભારતના સ્પોર્ટ્સ મીનિસ્ટર કિરણ રિજિજુ તથા IOA ના જનરલ સેક્રેટરી રાજીવ મહેતાની સાથે ઓલિમ્પિકમાં વ્યક્તિગત રમતમાં ગોલ્ડ મેડલ જીતનાર અભિવન બિંદ્રા, સુસિલ કુમાર, દિગ્ગજ ક્રિકેટર સુરેશ રૈના અને મોહમ્મદ શમી મંગળવારે કોચિંગ કેમ્પના ઉદ્ઘાટનમાં હાજર રહ્યા હતા. જ્યાં દેશભરમાંથી પસંદ કરાયેલા ખો ખો ના ખેલાડીઓ આ કોચિંગ કેમ્પમાં ભાગ લેશે. 

  અલ્ટિમેટ ખો ખોના પ્રમોટર અમિત બર્મને કહ્યું કે, “મારૂ ધ્યાન હંમેશા સમય કરતા આગળ વિચારતું હોય છે અને તે વિચારને કઇ રીતે બ્રાન્ડ બનાવવી તેમા ધ્યાન રહેતું હોય છે. ખો ખો એ એક ગ્રાસરૂટ્સ રમત છે અને અલ્ટિમેટ ખો ખો તેને આગળના લેવલ પર લઇ જશે. આ રમતને આગળ લઇ જવા માટે રમતમાં ટેકનોલોજીનો ઉપયોગ મહત્વપુર્ણ છે અને હાઇપર્ફોર્મન્સ ટ્રેનિંગથી ખેલાડીઓને અપગ્રેડ કરવા. જેથી ખેલાડીઓને ચેમ્પિયન કક્ષામાં બદલી શકાય.”  જેનાથી તેમને એથલીટોને એક વિભાગ વિકસીત કરવામાં મદદ મળશે. જેનું મુલ્યાંકન થાય છે. અહીંયા વૈજ્ઞાનિક રીતે દેખરેખ રાખવામાં આવે છે અને રમતમાં ચૈમ્પિયન બનવા માટે તૈયાર કરવામાં આવે છે.

30 દિવસની શિબિરમાં ખેલાડીઓ પર નજર રખાશે અને તેમનું વિશ્લેષણ કરવામાં આવશે. રમત ફિજિયોથેરાપી, ઇજા, પોષણ સંબંધી માર્ગદર્શન અને મુદ્રા સુધાર જેવા માપદંડો પર કામ કરવામાં આવશે. આ કોચિંગ કેમ્પમાં સ્પોર્ટ્સ ફિઝીયોથેરાપી, રીહેબિલીટેશન, ઇજા ન થાય તે માટે, બાયોમિકેનિઝમ, બાયોટેકનિક, સ્પોર્ટ્સ પર્ફોર્મન્સ એનાલિસિસ તથા ન્યુટ્રિશનના માર્ગદર્શન સહિતના તમામ પેરામીટરનું ધ્યાન રાખવામાં આવશે.

અલ્ટીમેટ ખો ખોના સીઇએ તેનઝીંગ નિયોગીએ વધુમાં કહ્યું કે, “ખો ખો રમતનો એક વિશાળ ચાહક વર્ગની સાથે એક ઉંડુ સાંસ્કૃતિક સબંધ પણ ધરાવે છે. અલ્ટિમેટ ખો ખોની જે રીતે પ્રશંસા થઇ રહી છે તે જોતા અમે આ લીગને બ્લોકબસ્ટર બનાવીશું.
  ટ્રેનીંગ લગભગ 10 મહિનાના વિરામ બાદ રમતને ફરીથી શરૂ કરવા માટે પણ ઘણું ઉપયોગી થશે. આ ટ્રેનીંગ ત્રણ ચરણોમાં કરવામાં આવશે : સંક્રમણ, પ્રારંભિક અને પ્રતિસ્પર્ધી.