સાચી લાગણી

આભની અટારીએ બેસીને ઈશ્વર પણ તમાશો જોવે છે,
પ્રેમના નામે માણસ સાચી લાગણીને વગોવે છે,

રડતી આંખો જોઈને કોઈ પૂછે કે કેમ રોવે છે ?
માણસાઈની ક્યાં કિંમત છે દુનિયાને આ જ તો જોવે છે,

તમાચો મારીને ગાલ લાલ રાખવા રડતી આંખો હસતા હસતા ચોળે છે ,
બહાનું આંખોનું કરે છે પણ
લોકોને ક્યાં ખબર છે કે
હૈયું કેટલું બળે છે,

કેટકેટલાય પડકારોને ઝીલે છે માણસ દરેકનું મન રાજી રાખવા
અને તો ય લોકો સંબંધોની કિંમત તોળે છે,
જોવે છે ઈશ્વર તું ય ઉપર બેસીને બધું,
માણસ ખોટા લોકો પાસે સાચી લાગણીને ઢંઢોળે છે….

તૃપ્તિ વી પંડ્યા