મોહ છે ખોટો, છોડવાનું બને.

તેજ હો રફતાર,
અથડાવાનું બને.

વિના સમાધાન,
ઝઘડવાનું બને.

ઇચ્છાઓ ભારે,
તડપવાનું બને.

ધન વર્ષા પછી,
બહેકવાનું બને.

પોતાનાં સામે,
સહેવાનું બને.

મોહ છે ખોટો,
છોડવાનું બને.

નિલેશ બગથરિયા “નીલ”