ઓસ્ટ્રેલિયા(Australia)માં ઈતિહાસ રચનારી ભારતીય ટીમ(Indian Team)માં મહત્વનું યોગદાન આપનાર મોહમ્મદ સિરાજ (Mohmmad Siraj) ગુરૂવારે હૈદરાબાદ (Hydrabad) પહોંચ્યો. એરપોર્ટથી બહાર આવીને સીધા જ તેઓ પોતાના પિતા મોહમ્મદ ગોસ (Mohmmad Gos)ની કબર પર પહોંચ્યા અને ભાવુક થઈને પિતાને પુષ્પાંજલિ આપી. સિરાજ (Siraj)ના પિતાનું 20મી નવેમ્બરે નિધન થયું હતું. તે દરમિયાન સીરાજ ઓસ્ટ્રેલિયા ટૂર પર હતો. કોરોના પ્રોટોકોલ (Corona Protocol)ને કારણે સિરાજ પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા ન હતા. જો કે ઓસ્ટ્રેલિયા(Australia)માં સિરાજે જોરદાર પ્રદર્શન કરી પિતાના સપનાને પૂરું કર્યું હતું.
લગભગ 69 દિવસ પછી વતન પરત ફરેલા સિરાજ પોતાના પરિવારની સાથે નજરે પડ્યો હતો. આ દરમિયાન તેઓ ઘણો જ ખુશ હતો. જ્યારે સિરાજના પિતાનું અવસાન થયું ત્યારે તેઓ ઓસ્ટ્રેલિયામાં હતો. સિરાજને બોર્ડે સ્વદેશ પરત ફરવાનો વિકલ્પ આપ્યો હતો પરંતુ તેઓએ ભારતીય ટીમની સાથે રહેવાનું જ પસંદ કર્યું. ત્યારે સિરાજે BCCIને કહ્યું હતું કે, ‘મારા પિતા મને સૌથી વધુ સપોર્ટ કરતા હતા. આ માટે ઘણી જ મોટી ક્ષતિ છે. તેમનું સપનું હતું કે હું ભારત માટે ટેસ્ટ રમુ અને આપણા દેશનું નામ રોશન કરું. મોહમ્મદ સિરાજે પોતાની તમામ વિકેટ પિતાને અર્પણ કરી છે. સાથે જ કહ્યું કે, મુશ્કેલ સમયમાં મારી ફિયાન્સીએ મને સતત પ્રોત્સાહન આપતી હતી. સિરાજે કહ્યું કે, અબ્બાની મોત પછી જ્યારે મેં ઘરે ફોન કર્યો તો પરિવારના લોકોએ તેમના સપનાને પૂરા કરવાનુ કહ્યું. મારી ફિયાન્સીએ મને પ્રોત્સાહન આપ્યું. ટીમે પણ મને ઘણો જ સાથ આપ્યો. હું મારી બધી જ વિકેટ અબ્બાને સમર્પિત કરું છું. મેં વિચાર્યું ન હતું કે સિરિઝમાં આટલી વિકેટ લઈશ. જ્યારે અનેક ખેલાડીઓ ઘાયલ થયા તો બધાને મારી પાસે જ આશા હતી. તેના કારણે દબાણમાં હતો અને આ મારા માટે ઘણું જ પડકારજનક હતું.
સિરાજ ભલે જ પિતાના જનાજામાં સામેલ ન થઈ શક્યો પરંતુ તેઓએ પિતાના સપનાને ઘણી જ શાનદાર રીતે સાકાર કર્યું. ઓસ્ટ્રેલિયા ટૂર સમયે સિરાજે પોતાના પિતાની યાદમાં ઘણા આંસુ વહાવ્યા. વારંવાર પિતાને યાદ કરીને ભાવુક થઈ જતા હતા. સિરાજના મોટા ભાઈ ઈસ્માઈલે કહ્યું કે, મારા પિતા ટેસ્ટ ક્રિકેટના મોટા પ્રશંસક હતા. તેઓ સિરાજને કહેતા હતા કે ક્રિકેટ એટલે ટેસ્ટ મેચ. તેઓ વનડે અને ટી-20ના ફેન ન હતા. તેઓ સિરાજને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે ઘણું જ પ્રોત્સાહન આપતા હતા.’ ઈસ્માઈલ હાલ સિરાજના મેનેજર પણ છે.
ઓસ્ટ્રેલિયા ટૂરમાં 13 વિકેટ ઝડપી
બ્રિસબેન ટેસ્ટના અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં પાંચ વિકેટ મેળવનાર સિરાજની મેચ પછી આંખોમાં આંસુ છલકાય આવ્યા હતા. પોતાની ટેસ્ટ કેરિયરમાં પહેલી વખત તેઓએ પાંચ વિકેટ લીધી હતી. આ દરમિયાન પણ તેઓ ઘણાં જ ભાવુક થઈ ગયા હતા. રમતના અંતે સિરાજે કહ્યું હતું કે, ‘સૌથી વધુ જેઓ મને સપોર્ટ કરતા હતા તે મારા પિતા જ હતા. તેમનું સપનું હતું કે હું ભારત માટે રમુ અને દેશનું ના રોશન કરું. હવે મારો માઈન્ડસેટ એ છે કે હું તેમના સપનાંઓને પુરો કરતો જવું. કાશ આજે તેઓ મારી સાથે હોત તો ઘણાં જ ખુશ હોત. તેમની દુઆ હતી કે જેથી આજે મેં પાંચ વિકેટ લીધી. હું નિઃશબ્દ છું. આ પ્રદર્શન અંગે કંઈ જ બોલી શકતો નથી.’