રૂપાણી સરકારની ચીની નામો પર સ્ટ્રાઇક, આ ફ્રુટનું નામ બદલી ‘કમલમ્’ રખાયું

ચીન (China) ઘણી વખત તેની વિસ્તરણવાદી નીતિને કારણે તેની સરહદો વિસ્તૃત કરવાનો પ્રયાસ કરે છે. જેના કારણે લદ્દાખ (Laddakh)ની ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો (Indian Army) સાથે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા જ્યારે ઘણા ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. ત્યારે પૂર્વી લદ્દાખના ગલવાન ઘાટી (Galwan valley)માં 15 જૂન 2019ની રાત્રિ બાદ આખા દેશમાં ચાઇનીઝ માલસામાનને લઇ બધુ બદલાઇ ગયું છે.

ચીનની હરકતોનો જવાબ આપવા માટે ભારત સરકારે ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે અને હવે ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવાની પણ યોજનાઓ અમલમાં મૂકાઇ છે. અને આખા દેશની જનતા પણ ચીની માલ-સામનનો બહિષ્કાર કરી રહી છે. વિસ્તારવાદી ચીનની શાન ઠેકાણે લાવવા મોદી સરકારે ચીની ઉત્પાદનો પર પ્રતિબંધનું હથિયાર ઉગામ્યુ છે. જેની અસર દિવાળી, ઉત્તરાયણ જેવા મોટા તહેવારોમાં જોવા મળી છે. હવે ગુજરાત સરકારે પણ ચીની નામ ધરાવતા ફળને લઇ એક્શનમાં આવી ગઇ છે.

આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ ચીનના બીજા નામ ડ્રેગન પર વાર કરતા એક ફળનું નામ જ બદલી નાંખ્યું છે. ડ્રેગન ફ્રુટના નામથી ઓળખાત ફળનું રૂપાણી સરકારે નામકરણ કરી દીધું છે. CM વિજય રૂપાણીએ ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit)નું નામ બદલીને હવે “કમલમ” કરી નાંખ્યું છે. મુખ્યમંત્રીએ આ ફળનું નામ ડ્રેગન ફ્રૂટ શોભે એવું નામ નથી તેમ કહી કમલમ રાખ્યું છે અને જેના પેટર્ન માટે રાજ્ય સરકાર દ્વારા અરજી પણ કરવામાં આવી છે. વધુમાં કહ્યું કે, કમલમ્ સંસ્કૃત નામ છે જે ખુબ જ સારૂ છે. આમ હવે રાજ્યમાં ડ્રેગન ફ્રૂટ કમલમના નામથી ઓળખાશે.