ધન બધાને જોઇએ છે. દરેક વ્યક્તિની જીવનમાં એવી ઈચ્છા રહેશે કે એને પૂરતું ધન મળે. પણ જ્યારે લોકોને ધન મળે છે ત્યારે દરેક વ્યક્તિ એ ધનનો સદુપયોગ નથી કરી શકતા. એ ધનનો સદુપયોગ ક્યાં અને કેવી રીતે કરવું એ ચાણક્યએ ખૂબ સારી રીતે સમજાવ્યું છે. ચાલો જાણીએ.
જો વ્યક્તિને ધન મળે અને તેની બધી જરૂરિયાત પૂરી થઈ જાય પછી પણ તેની પાસે ધન વધે તો એ ધનને ચાણક્ય દાનમાં આપવાનું કહે છે. કારણકે એ કામ કરવાથી તમને પણ ખુશી થશે. અને સામે વાળા વ્યક્તિને પણ ખુશી થશે. ધનનો સદુપયોગ આ જ રીતે કરી શકાય છે.
ચાણક્યના ગ્રંથ “ચાણક્ય નીતિ”ને કારણ આજે આપણે શીખી શક્યા કે ધનનો સદુપયોગ કેવી રીતે કરાય.