શિવ કહું શભું કહું કે કહું, ભોળાનાથ,
રાક્ષસોની ભક્તિથી ભોળવાઈ આપો એમને વરદાન.
હે પાર્વતીના નાથ…
જગતનાં પાલનહાર,તમારી શક્તિ શું મપાય,
તમારી મહિમાનું વર્ણન કરતાં, શબ્દો પણ ખુટી જાય.
હે પાર્વતીના નાથ…
ભૂતોને રાખિયા સંગને, ને સ્મશાનમાં કરીયો વાસ,
કાલકુટ વિષના પીનારા, નિલકંઠ નામે વિખ્યાત.
હે પાર્વતીના નાથ…
નમે છે આ મસ્તક જેની સામે વારંવાર રે,
એની જ તો દયા એ ઉગારી છે મારી આજ રે.
હે પાર્વતીના નાથ…
ઉર્વશી ઠક્કર