લાગે છે

પ્રણય દિલથી થતો વે’વાર લાગે છે.
તમે આવ્યાં,જુઓ,તે’વાર લાગે છે. 

નફો-નુકસાન એમાં લાગણીનાં છે.
મહોબ્બતનો જ કારોબાર લાગે છે. 

કદી વાગ્યા ગુલોને એમના કાંટા ?
એ કાંટો ફૂલનું હથિયાર લાગે છે. 

મા ભૂખ્યાં પેટ સૂઈ ગૈ ફરી આજે, 
વધી બસ રોટલી ચાર લાગે છે. 

તને દિલમાં નહીં રાખી શકું ક્યારે !
હૃદયને શ્વાસનો પણ ભાર લાગે છે. 

મને ક્યારે રજા મળશે આ જીવનથી ?
મરણ જીવનનો બસ રવિવાર લાગે છે. 

વૈશાલી બારડ