શમણે આવી વાતો ગજબ કરો છો,
કરી રાતવાસો સંવાદે મળો તો કેવુ!
આવું છું કહીને વારે વારે છળો છો,
રુબરુ આવીને હૈયે ભળો તો કેવું!
સીધે સીધા નીકળવાની આદત ખરી,
છતાં અમારી ગલીએ વળો તો કેવું!
કઠોર વહેવારે છો એવું કહે તો ઘણાં,
પણ છતાં કહું આ પ્રીતે ઢળો તો કેવું!
માણસે માણસે છે વિચાર અધ કચરાં,
છતાં જીણું આ જીવતરે દળો તો કેવું!
નિલેશ બગથરિયા