વેક્સીન લગાવ્યા પછી કેટલા દિવસ સુધી રહેશે ઈમ્યુનિટી, જાણો વૈજ્ઞાનિકોનો દાવો !

ભારતમાં કોવિડ-19 વિરુદ્ઘ 16 જાન્યુઆરીથી વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થઈ ચૂક્યો છે. આ અભિયાનમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનથી લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. આ દરમિયાન દરેક વ્યક્તિને ઓછામાં ઓછા 14 દિવસના અંતરે વેક્સિનના બે ડોઝ આપવામાં આવશે. જોકે એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે વેક્સિન લગાવવાના કેટલા દિવસ સુધી વ્યક્તિનનું શરીર ઈન્ફેક્શનથી બચી રહેશે. મતલબ વેક્સિનથી શરીરમાં બનેલી એન્ટીબોડી કેટલા દિવસ સુધી રહેશે. ગયા વર્ષે ડિસેમ્બર મહિના સુધી અમેરિકામાં મોડર્ના અને ફાઈઝર-બાયોએન્ડટેકની વેક્સિન લાખઓ લોકોને આપવામાં આવી હતી. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને બંને વેક્સિનની ઈફેક્ટીવનેસ 95 ટકાની આસપાસ બતાવવામાં આવી હતી. પરંતુ આ વેક્સિન કેટલા સમય સુધી ઈમ્યુનિટી બનાવી રાખે છે તે હજુ સુધી રહસ્ય બનેલું છે.

જોકે આખી દુનિયામાં એક્સપર્ટ્સનું માનવું છે કે સમય અને આગામી શોધના આધાર પર જ આ અંગે નિશ્ચિત રીતે કંઈક કહી શકાશે. ઓરેગન સ્ટેટ યુનિવર્સિટીના સેન્ટર ફોર ગ્લોબલ હેલ્થના ડાયરેક્ટર ચુન્હુઈ ચીના પ્રમાણે, કોવિડ-19ની વેક્સિન લગાવ્યા પછી શરીરમાં નિશ્ચિત સમય માટે ઈમ્યુનિટી રહે છે. તેનાથી બચવા માટે આપણે દર વર્ષે વેક્સિન લગાવવાની જરૂર પડી શકે છે.

યુનિવર્સિટી ઓફ ટેક્સાસ મેડિકલ બ્રાન્ચમાં એક્સપરીમેન્ટલ પેથોલોજી ગ્રેજ્યુએટ પ્રોગ્રામના ડાયરેક્ટર જેરે મૈકબ્રાઈડે પણ મોડર્ના અને ફાઈઝર-બાયોએનટેકની વેક્સિનને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, મોડર્ના્ અને ફાઈઝર-બાયોએનટેકની વેક્સિન બે થી ત્રણ વર્ષ માટે ઈમ્યુનિટી વધારી શકે છે. જોકે, આ સમયગાળો ઓછો અથવા વધારે પણ હોઈ શકે છે અને જે લોકોને વેક્સિન આપવામાં આવી છે, તેમની પર સ્ટડી કર્યા પછી જ સ્પષ્ટ રીતે કંઈક કહી શકાશે.

ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની એડિનોવાયરસ વેક્સિનની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ મેન્યુફેકચરીંગ કરી છે. ઓક્સફર્ડની આ વેક્સિનના અસલી માસ્ટર માઈન્ડ પ્રોફેસર ગિલ્બર્ટ છે. સ્ટડી ડેટાના આધારે પ્રોફેસર ગિલ્બર્ટનું કહેવું છે કે તે લાંબા સમય સુધી ઈમ્યુનિટી જોવા માટે ઘણા ઉત્સુક છે. આ ઘણા વર્ષો સુધી પણ રહી શકે છે અને નેચરલ રીતે પણ ઈમ્યુનિટી ડેવલોપ થવાથી સારું પરિણામ આપી શકે છે.

ભારત બાયોટેક દ્વારા નિર્મીત કોવેક્સિન વેક્સિનેશન પ્રોગ્રામમાં ઉપયોગ થનારી બીજી વેક્સિન હતી. પોતાના શોધપત્રોને આધાર પર કંપનીએ દાવો પણ કર્યો છે કે કોવિડ-19 વિરુદ્ધ કોવેક્સિન 6 મહિનાથી લઈને એક વર્ષ સુધી એન્ટીબોડી પ્રોડ્યુસ કરવામાં કારાગાર છે. રશિયા દ્વારા વિકસિત સ્પુતનિક-વી દુનિયાની એવી પહેલી વેક્સિન છે, જેનો કોવિડ-19 વિરુદ્ધ ઈમરજન્સી ઉપયોગ કરવામાં આવ્યો હતો. રશિયામાં અત્યાર સુધી લાખો લોકોને આ વેક્સિન પણ આપવામાં આવી ચૂકી છે.