‘દીપ’ને પૂછો

ચૂંટાઈ ગ્યેલા ફૂલને પૂછો દરદ શું હોય છે?
એના પછી પ્રેમીઓને પૂછો હરખ શું હોય છે !

ખળખળ વહે છે એ નદીના નીર, એ દરિયા લગી,
સૂકા કિનારાને જરા પૂછો તરસ શું હોય છે !

સંબંધ સૌના લાગણીઓ કાજ ચાલે છે અહીં,
એ ધબકતા હૈયાને તો પૂછો ધમણ શું હોય છે !

વર્ષો વિતી ગ્યા, યાદ તારી આજ જીવે યાદમાં,
‘ને જીવતી એ યાદને પૂછો ડગર શું હોય છે !

ખોટું કરો એના પહેલા પ્રભુ સમક્ષ ઊભો જરા,
સામે ઉભી, ભગવાનને પૂછો કરમ શું હોય છે !

કુદરતને જેણે પણ બનાવ્યું, કેટલો સુંદર હશે,
આ રચયિતાને તો જરા પૂછો કલમ શું હોય છે !

અંધાર તો ઝાઝો છે જીવન ભીતરે, ઉજાશ ક્યાં?
અંધારનાશી ‘દીપ’ને પૂછો ઝલક શું હોય છે !

 દીપ ગુર્જર