જગતના ઘા ખમે એવો, અડગ બનજે,
‘ને મુશ્કેલી ખમે એવો, ખડક બનજે.
આ જીવનની સફર થોડીક અઘરી છે,
સફર સુંદર બને એવી, સડક બનજે.
કરે ચિંતા, થશે લોહીના ઉકાળા,
તું ચિંતામાં હરખ નામી પરખ બનજે.
સુખી છે માણસો જેણે કર્યું ખોટું,
તું ખોટા કર્મની સામે લડત બનજે.
દુઃખી છે હૃદય ‘ને આંખે વહે આસું,
દુઃખી સૌ માણસો માટે મલમ બનજે.
દીપ ગુર્જર