ઘૂઘરાની મજા હવે ઘરે માણો ! જાણો કેવી રીતે ઘરે બનાવાય છે જામનગરના પ્રખ્યાત- ઘૂઘરા ?
સામગ્રી:-
1) મેંદો.
2) તેલ.
3) પાણી.
4) બાફેલા બટાટા.
5) વટાણા
6) આદુ-મરચાની પેસ્ટ.
7) મીઠું.
8) આમચૂર પાવડર.
9) ગરમ મસાલા.
VR Niti Sejpal
કેવી રીતે બનાવવું ?
1) સૌ પ્રથમ મેંદાનો લોટ બનાવવો.
2) ત્યારબાદ બાફેલા બટાટામાં વટાણા ઉમેરી, તેમાં ઉપર બતાવેલા મસાલાઓ ઉમેરવા.
3) તે મેંદાના લોટને ગોળ આકાર આપી તેમાં ઘૂઘરાનો બનાવેલો મસાલો ભરવો અને બીજી બાજુથી વાળી તેને ઘૂઘરાનો આકાર આપવો.
4) ત્યારબાદ તેને ગરમ તેલમાં તળી લેવા.
5) તે ઘૂઘરામાં ખાડો પાડી તેમાં ચટણીઓ નાખવી અને ડુંગળી, સેવ, મસાલા શીંગ પણ નાખવા.
તમારા જામનગરી ઘૂઘરા તૈયાર છે.